ETV Bharat / state

વેરાવળમાં મહિલાની હત્યાનો ભેદ 24 કલાકમાં ઉકેલાયો, 1ની ધરપકડ

author img

By

Published : Dec 14, 2019, 7:33 AM IST

વેરાવળ: 11 ડિસેમ્બરે ગુમ થયેલી મહિલા મંજુબેન આંજણીની લૂંટ અને હત્યાના આરોપીને વેરાવળ શહેર પોલીસે 24 કલાકમાં ઝડપી પાડ્યો છે. આરોપીએ ગુનાની કબૂલાત કરતા જણાવ્યું છે કે, તેણે કાર ખરીદી હતી. જેના રૂપિયા 4 લાખ ચુકવવાના બાકી હતા. જેથી તેણે મંજુબેનનું અપહરણ કરી તેના ઘરેણાં ચોરી કર્યા હતાં અને બાદમાં તેની હત્યા કરી હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Veraval
વેરાવળ પોલીસ

આરોપી સંજયે કાર ખરીદી હતી. જેના રૂપિયા 4 લાખ ચૂકવવાના બાકી હતા. દરમિયાન મૃતક મંજુબેન આરોપીની દુકાન પર સોડા પીવા ગયા હતા અને તેમણે ઘરેણાં પહેરેલા હોઈ તેમનું અપહરણ કરીને ઘરેણાં ચોરી કરવાનો આરોપીને વિચાર આવ્યાનું તેણે પોલીસ કબૂલાતમાં જણાવ્યું હતું. મૃતકની ઉંમર 55 વર્ષની હતી અને પગનો દુખાવો રહેતો હતો. જેથી તેમને વૈદ પાસે લઈ જવાનું કહી આરોપી તેને પોતાની સાથે કારમાં લઈ ગયો હતો.

દરિયા કિનારે જઈ આરોપી સંજયે ઓશીકાથી શ્વાસ રુંધીને મંજુબેનની હત્યા કરી મૃતદેહ સોમનાથ બાયપાસ નજીક ફેંકી દીધો હતો. તેમણે પહેરેલાં અંદાજે દસ તોલાના સોનાના દાગીના લઈ ફરાર થઈ ગયો હતો. અને કારના રૂપિયા ચૂકવી બીજા દાગીના અન્ય સોનીને ત્યાં આપી રૂપિયા 18 હજાર મેળવ્યા હતા.

વેરાવળ પોલીસે મહિલાની હત્યાનો ભેદ 24 કલાકમાં ઉકેલ્યો

ગીરસોમનાથના નાયબ પોલીસ અધિક્ષક જી.બી. બાંભણીયાના જણાવ્યા મુજબ મૃતક મંજુબેનના પુત્રએ ફરીયાદ લખાવી હતી. જેમાં તેમના માતા શાકભાજી લેવા ગયા બાદ ઘરે પરત આવ્યા નહોતા. પોલીસે તપાસ કરતાં મંજુબેનનો મૃતદેહ સોમનાથ બાયપાસ નજીકથી કોથળામાંથી મળી આવ્યો હતો અને તેમણે પહેરેલાં ઘરેણાં પણ ગુમ હતાં. પોલીસે અપહરણ અને હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Intro:વેરાવળ માં ગત તા.11 ના રોજગુમ થયેલ મહીલા મંજુબેન આંજણી ની હત્યા કરી લુંટ ચલાવ્યા મામલે સીટી પોલીસે 24 કલાક માં એક આરોપી સંજય બારીયા ને ઝડપી લીધો છે જે પોલીસ સમક્ષ કાર ખરીદ્યા બાદ 4 લાખ દેવાના બાકી હોવાથી આ ક્રૃત્ય કર્યા નું રટણ કરી રહ્યો છે. બનાવમાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે...Body:વેરાવળ કલ્યાણ સોસાયટી માં રેહતાં મંજુબેન આંજણી સોના ના દાગીના પેહરી સંજય ની સોડા ની રેકડી પર સોડા પીવા જતા હોય, ત્યારે આરોપી સંજયે અર્ટીગા કાર ખરીદી હોય જેના 4 લાખ દેવા ના બાકી હોય, કરજ વધતાં તેણે મંજુબેન ની 55 વર્ષ ની વય હોય, પગ દુખતા હોય વૈદ પાસે લઈ જાવ તેમ કહી વૈદ ને બતાવી પરત પોતાની કાર માં દરીયા કીનારા નજીક લઈ જઈ કાર માં જ ઓશિકા થી મોં દબાવી અને મંજુબેન નું મોત નપજાવેલ, બાદ લાશ ને કાર માં રાત્રી ના સોમનાથ બાયપાસ નજીક ફેકી દીધેલઅને અંદાજે 10 તોલા ના સોના ના દાગીના લઈ અને અને સોના પર રૂપીયા 1.80 લાખ 4 બંગડી આપી મથુટ ફાયનાન્સ માં થી પૈસા મેળવેલ તે ઊપરાંત બીજા દાગીના અન્ય સોની ને ત્યા 18 હજાર મેળવેલ.આ કબુલાત આરોપી સંજયે હોલ પોલીસ ને આપી છે..

ત્યારે ગીરસોમનાથ નાયબ પોલીસ અધિક્ષક જી.બી. બાંભણીયા ના કેહવા મુજબ "મૃતક મંજુબેન ના પૂત્ર ભાવેશ આંજણી એ ફરીયાદ આપી છે જેમાં તેમના માતા શાકભાજી લેવા ગયા બાદ ગુમ થયેલ બાદ પોલીસે તપાસ કરતાં તેમના લાશ બાયપાસ નજીક થી કોથળા માં થી હત્યા કરાયેલ મળેલ તેમના પર થી દાગીના ગુમ હતા પોલીસ તપાસ માં પ્રથમ આરોપી સંજય બારીયા ને ઝડપી પુછતાં સંજયે કાર ખરીદી હોય કરજ ના કારણે દાગીના લુટવા મહીલા નો વીશ્વાસજીતી સાથે કાર માં લઈ દરીયા કીનારા પર મોઢા પર ઓશીકા નો ડુમો આપી હત્યા કરી લાશ ફેકી દીધેલ બાદ દાગીના વેચી અને બાકી દાર ને એક લાખ ચૂકવી પણ આપેલ હાલ પોલીસ કલમ.302-392 મુજબ તપાસ શરૂ કરી વધુ આરોપી ઓ છે કે કેમ તેમજ લુંટ નો જ હેતુ હતો કે કેમ સહીત તમામ તપાસ કરી રહેલ છ"

Conclusion:જો સુત્રો ની વાત માનીએ તો આ ઘટના માં મહીલા ને મોત ને ઘાટ ઊતારવા માં અને દાગીના ની લુંટ સહીત બનાવ માં એક થી વધુ વ્યક્તી હોય ત્યારે જ આ ઘટના સંભવી શકે છે... સાથે મહીલા નું અપહરણ એક થી વધુ લોકો દ્વારા કરાયું છે કે કેમ તેમજ મહીલા નું મોત ક્યા કારણે થયું હોય તે તમામ સવાલો માટે પોલીસે તપાસ શરૂ કરી છે. ત્યારે આ ચર્ચાસ્પદ ઘટના માં મહીલા નો મૃતદેહ હાલ જામનગર પીએમ માટે ખસેડાયો છે અને પોલીસ તમામ પાસા ઓ થી તપાસ કરી રહી છે.આ બનાવે શહેર ભર મા ચકચાર મચાવી છે..

બાઈટ-જી.બી.બાંભણીયા-ડીવાયએસપી-ગીર સોમનાથ-

રેડી ટુ પબ્લિશ પેકેજ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.