ETV Bharat / state

Veraval Crime : વેરાવળના નામાંકિત તબીબનો આપઘાત, ઘટનાસ્થળેથી મળી સુસાઈડ નોટ - વેરાવળના નામાંકિત તબીબનો આપઘાત

વેરાવળના નામાંકિત તબીબ અતુલ ચગે આત્મહત્યા કરીને જીવન ટુંકાવ્યું હતું. તેમની પ્રેક્ટિસ પણ ખૂબ સારી હોવાને કારણે તેઓ દર્દીઓમાં ખૂબ જ નામના પ્રાપ્ત કરેલા હતા. પોલીસને ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી છે. જેમાં નારણભાઈ અને રાજેશ ચુડાસમા વ્યક્તિઓના કારણે તેઓએ આત્મહત્યા કરી છે તેવો ઉલ્લેખ કરાયો છે.

વેરાવળના નામાંકિત તબીબ અતુલ ચગે આત્મહત્યા કરીને જીવન ટુંકાવ્યું

author img

By

Published : Feb 12, 2023, 6:31 PM IST

Updated : Feb 12, 2023, 10:47 PM IST

વેરાવળના નામાંકિત તબીબ અતુલ ચગે આત્મહત્યા કરીને જીવન ટુંકાવ્યું

ગીર સોમનાથ: વેરાવળના નામાંકિત તબીબ અતુલ ચગે હોસ્પિટલના ઉપરના માળે બનાવવામાં આવેલા રુમમાં આત્મહત્યા કરીને જીવન ટુંકાવ્યું હતું. ડો અતુલ ચગ સમગ્ર વિસ્તારના ખ્યાતનામ તબીબ હતા. ત્યારે અચાનક ડો અતુલ ચગે આત્મહત્યા કરી લેતા વેરાવળ પોલીસે સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને લઈને તપાસ શરૂ કરી છે.

ઘટનાસ્થળેથી મળી સુસાઈડ નોટ
ઘટનાસ્થળેથી મળી સુસાઈડ નોટ

આ પણ વાંચો: Surat Crime : નેશનલ ગેમ્સ રમવા ગયેલી વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ, ગર્ભ રહી જતાં સામે આવી હકીકત

ઘટનાસ્થળેથી મળી સુસાઈડ નોટ: હાલ સમગ્ર મામલાને લઈને વેરાવળ શહેર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને ઘટનાસ્થળ પરથી પોલીસને ગુજરાતીમાં લખેલી અને અંગ્રેજીમાં સહી કરેલી એક ચિઠ્ઠી મળી છે. જેને સુસાઇડ નોટ માનીને પોલીસ તપાસ આગળ વધારવામાં આવી રહી છે. આ કાગળની અંદર નારણભાઈ અને રાજેશ ચુડાસમાના નામનો ઉલ્લેખ કર્યો છે. આ બંને વ્યક્તિઓના કારણે તેઓએ આત્મહત્યા કરી છે તેવો ઉલ્લેખ કરાયો છે. તબીબની આત્મહત્યામાં રાજકીય આગેવાનનું નામ સામે આવતાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. સમગ્ર મામલાને લઈને હજુ મૃતદેહ હોસ્પિટલમાં પોલીસ તપાસ માટે રાખવામાં આવ્યો છે. મૃતકનો પુત્ર મુંબઈથી વેરાવળ પહોંચે ત્યારબાદ સમગ્ર મામલાને લઈને કોઈ અંતિમ નિર્ણય થઈ શકે છે. હાલ સુસાઈડ નોટ મળી છે તેને લઈને પણ તપાસ ચાલી રહી છે.

વેરાવળના નામાંકિત તબીબનો આપઘાત: વેરાવળ શહેરમાં પાછલા ઘણા વર્ષોથી તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા અને આ વિસ્તારમાં ખૂબ જ નામના પ્રાપ્ત કરેલા ડોક્ટર અતુલ ચગે હોસ્પિટલના ઉપરના માળે બનાવવામાં આવેલા રૂમમાં આત્મહત્યા કરી હતી. ડોક્ટર અતુલ ચગની હોસ્પિટલ વેરાવળ એસ.ટી.ડેપો વિસ્તારમાં આવેલી છે અને તેમની પ્રેક્ટિસ પણ ખૂબ સારી હોવાને કારણે તેઓ દર્દીઓમાં પણ ખૂબ જ નામના પ્રાપ્ત કરેલા હતા. ત્યારે અચાનક ડો.અતુલે ત્મહત્યા કરી લેતા સમગ્ર વેરાવળ શહેરમાં ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો: Rajkot Crime: ધોરાજીની સગીરા ગાયબ થતા દાદીએ મોતને વ્હાલું કર્યું

શંકાસ્પદ પુરાવાઓ મળ્યા નથી: શહેર પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ ઈસરાણી દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ વેરાવળ શહેર પોલીસનો તમામ સ્ટાફ ઘટનાસ્થળ પર પહોંચીને સમગ્ર મામલામાં તપાસ કરી રહ્યો છે. હાલ તો ઘટનાસ્થળ પરથી પ્રાથમિક દ્રષ્ટિએ પ્રારંભિક તપાસમાં કોઇ પણ પ્રકારના શંકાસ્પદ પુરાવાઓ પોલીસને હાથ લાગ્યા નથી. પરંતુ તબીબે આત્મહત્યા કરી છે તેને લઇને મામલો ખૂબ ગંભીર બની જાય છે. ત્યારે પોલીસ સમગ્ર મામલામાં વેરાવળ પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસ થઇ રહી છે.

Last Updated : Feb 12, 2023, 10:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.