સોમનાથ : કોડીનાર નજીક વડનગર ગામમાં શ્વાનનું એક મંદિર આવેલું છે. અહીં શ્વાનની પૂજા અને તેની માનતા કરવામાં આવે છે. આ વાંચીને તમે ચોક્કસપણે ચોંકી ગયા હશો સનાતન ધર્મ સંસ્કૃતિમાં અનેક દેવી દેવતાઓની પૂજા થાય છે. જ્યારે જગતગુરુ દત્તાત્રેયના ગુરુ તરીકે પણ શ્વાનની આજે પણ પૂજા થાય છે, પરંતુ શ્વાનનું મંદિર હોય, ત્યાં તેની પૂજાની સાથે દર્શન અને માનતા કરવામાં આવતી હોય તેવું કદાચ સમગ્ર વિશ્વનું એકમાત્ર મંદિર હશે.
ભક્તોની મનોકામના પૂર્ણ વડનગર ગામમાં આવેલા શ્વાનના મંદિરમાં વર્ષોથી લોકો પોતાની આસ્થા સાથે આવે છે. અહીં શ્વાન દેવતાની સાથે જાગબાઈ માતાજીના દર્શન કરીને તેમની મનોકામના પૂર્ણ કરતા હોય છે. દર્શન કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોય છે. તેવી ધાર્મિક આસ્થા સાથે આજે પણ મોટી સંખ્યામાં આસપાસના લોકો પોતાની માનતા પૂર્ણ કરવા માટે આવી રહ્યા છે.
શ્વાન સાથે ઐતિહાસિક વડનગર નજીક ટેકરી પર આવેલું જાગબાઈ માતાજીનું મંદિરની સાથે શ્વાનની પૂજા થાય છે. તેની સાથે ઐતિહાસિક ઘટના જોડાયેલી છે. આ મામલે મંદિરના મહંત ઈશ્વર ભારતી જણાવે છે કે જાગબાઈ માતાજી પોતાનું દેણુ ચૂકતે નહીં કરી શકતા તેના બદલામાં તેમની પાસે રહેલો શ્વાન ઠેકેદારને દેણું પરત આપે ત્યાં સુધી મોકલવામાં આવ્યો હતો. અચાનક એક દિવસ ઠેકેદારને ત્યાં ચોરી થઈ શ્વાને એ ચોરને પકડી પાડ્યા અને તે જોઈને ઠેકેદારે જાગબાઈ માતાજીનું દેણું માફ કરીને શ્વાનને પરત માતાજી પાસે મોકલ્યો.
આ પણ વાંચો શ્વાનના હુમલાની પોલિસી લાગુ થયા બાદ પ્રથમ વખત દંડ ફટકારવામાં આવ્યો
માતાજીને ધરતી માતા પાસે જગ્યા માંગી પરંતુ દેણું ચુકતે નહીં થયું હોવા છતાં પણ શ્વાનની વફાદારી છોડીને પરત આવી ગયો છે. તે જોતા માતાજીએ શ્વાનને શ્રાપિત કર્યો અને શ્વાન અહીં દેવ થઈ ગયો, ત્યારે માતાજીને પણ ખૂબ અચરજ લાગ્યું અને તેમણે પણ ધરતી માતા પાસે પોતે ધરતીમાં સમાઈ જવા માટે જગ્યા માગી અને ધરતી માતાએ જાગબાઈ માતાજીને જગ્યા આપી. ત્યારથી અહીં જાગબાઈ માતાજીની મંદિર અને શ્વાનનું મંદિર એક સાથે જોવા મળે છે. જે ભાવિ ભક્તોમાં ભારે આસ્થાનું કેન્દ્ર પણ બને છે.
આ પણ વાંચો શ્વાનના ટોળાએ વૃદ્ધા પર કર્યો હુમલો, હાલત ગંભીર થતા હોસ્પિટલમાં ખસેડાયા
ગામ લોકો પશુની કુશળતા માટે કરે છે માનતા વડનગર અને આસપાસના ગામ લોકો જાગબાઈ માતાજી અને શ્વાનના મંદિરમાં અનેરી આસ્થા ધરાવે છે. કહેવાય છે કે શ્વાન અને જાગબાઈ માતાજીની માનતા કરવાથી તેમના પશુનુ આરોગ્ય અને કુશળતા જળવાઈ રહે છે. અહીંના ભાવિક રાજસી ગાધે જણાવે છે કે, તેઓ આજે પણ તેમના દુધાળા પશુની કુશળતા અને આરોગ્ય સારું રહે તે માટે જાગબાઈ માતાજીની સાથે શ્વાનની માનતા રાખે છે. વર્ષમાં એક વખત રોટલા ખીર અને પુરીનું નૈવેદ ધરીને શ્વાન અને જાગબાઈ માતાજી પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે.