દેશના ગૃહપ્રધાન અમિતશાહે આજે તેમના ધર્મપત્ની સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. અમિત શાહ દરેક મહત્વની ચૂંટણી સમયે સોમનાથના દર્શને આવે છે.
ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન ગણાતી મહારાષ્ટ્રની ચૂંટણીમાં એડી ચોટીનું જોર લગાવ્યા બાદ પોતાના નિયત ક્રમ મુજબ અમિત શાહ સોમનાથમાં મહાદેવને શીશ નમાવવા આવ્યા હતા.
જો કે, આ મુલાકાતમાં તેઓ સજોળે આવ્યા હતા. પણ આ કાર્યક્રમમાં પત્રકારો અને ભાજપના ઘણા ખરા કાર્યકરોને દૂર રાખવામાં આવ્યા હતાં.