ETV Bharat / state

અગાસી પર રેસ્ટોરન્ટનું બોર્ડ લગાવવા જતા 3 કર્મચારીઓને કરંટ લાગ્યો, તમામના ઘટનાસ્થળે મોત - News of electric current

ગીર સોમનાથના વેરાવળમાં ડાયનીંગ હોલનું બોર્ડ અગાસીમાં ચડાવતી વેળાએ વિજ વિભાગની 11 KV હેવી લાઇનને અડી જતા શોર્ટ લાગવાથી ત્રણ કર્મીચારીના ઘટનાસ્‍થળે મોત નિપજ્યા હતા. આ ઘટનાને લઈને પોલીસ, વિજ અને ફાયર વિભાગની ટીમોએ ઘટનાસ્‍થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી.

electric shock
electric shock
author img

By

Published : Oct 16, 2021, 3:21 PM IST

  • બોર્ડ ચડાવવાની કામગીરી કરી રહેલા ત્રણ કર્મચારીઓ અગાસી પર જ ભડથુ થઇ જતા મોતને ભેટ્યા
  • ઘટનાને લઇ શહેરમાં ગમગીની પ્રસરી, મૃતકોમાં ડાયનીંગ હોલના સંચાલકનો સાળો હોવાનું સામે આવ્‍યું
  • પોલીસ, વિજ અને ફાયર વિભાગની ટીમોએ ઘટનાસ્‍થળે દોડી જઇ તપાસ હાથ ઘરી

ગીર સોમનાથ: દશેરા પર્વે વેરાવળ શહેરમાં એક કરૂણ ઘટના બનતા ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજતા શહેરભરમાં ગમગીની પ્રસરી ગઇ છે. વેરાવળમાં એસટી રોડ પર આવેલા એક ડાયનીગ હોલનું બોર્ડ રીપેરીંગ અર્થે અગાસીમાં ચડાવવાની ત્રણ કર્મચારીઓ કામગીરી કરી રહ્યા હતા. તે સમયે બોર્ડ નજીકમાંથી પસાર થતી 11 KV લાઇનમાં અડી જતા શોર્ટ લાગતા ત્રણેય કર્મચારીઓના સ્‍થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ, ફાયર અને વિજ વિભાગની ટીમોએ ઘટનાસ્‍થળે દોડી જઇ તપાસ હાથ ઘરી હતી.

વેરાવળમાં અગાસી પર વિજ લાઈનને અડકી જતા કરંટ લાગ્યો, ત્રણ કર્મીચારીના ઘટનાસ્‍થળે જ મોત

ઘટનાસ્‍થળે લોકોના ટોળા એકત્ર થઇ ગયા

હાલ નજીકના દિવસોમાં દિવાળીનું પર્વ આવી રહ્યું હોવાથી મોટાભાગના લોકો ઘરની સાફસફાઇ તો વેપારીઓ દુકાનની સફાઇ સાથે બોર્ડને રંગરોગાન- રીપેરીંગ કરાવતા હોય છે. આ દરમિયાન દશેરાના દિવસે સમી સાંજે ચારેક વાગ્‍યા આસપાસ વેરાવળમાં ટ્રાફીકથી ધમઘમતા એવા એસટી રોડ પર મર્કન્‍ટાઇલ બેન્કની બાજુમાં આવેલા સ્‍વાગત ડાઇનીંગ હોલની અગાસી પર બહારની સાઇડ સાઇન બોર્ડ ચડાવવાની ત્રણ કર્મચારીઓ કામગીરી કરી રહ્યા હતા, ત્‍યારે અડઘુ બોર્ડ અગાસી સુઘી પહોંચી જતા આડુ કરી અગાસી તરફ લઇ રહ્યા હતા. તે સમયે ડાઇનીંગ હોલના બિલ્‍ડીંથી એકાદ મીટર દુર પસાર થતી વિજ વિભાગની 11 KV ની હેવી લાઇનમાં સાઇનબોર્ડ અડી જતા શોર્ટ સર્કીટ થવા લાગ્યું હતું. જેથી બોર્ડ ચડાવી રહેલા હિરાલાલ મંગીલાલ મીણા (ઉ.વ.22), વિવેક મહેરબાનસિંહ મીણા (ઉ.વ.18) અને મહેશ સોમજીભાઇ પરમાર નામના ત્રણેય કર્મચારીઓને શોર્ટ લાગતા સ્‍થળ પર ભડથું થઇ જતા કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા.

સાચી હકકીત પોલીસ વિભાગની તપાસમાં જ બહાર આવશે

આ ઘટનાની જાણ થતા પોલીસ, ફાયર અને વિજ વિભાગની ટીમો ઘટનાસ્‍થળે દોડી જઇ તપાસ હાથ ઘરી હતી. મૃત્‍યુ પામેલા ત્રણેય કર્મચારીઓના મૃતદેહને પોસ્‍ટમોર્ટમ અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બનતા શહેરભરમાં ગમગીની પ્રસરી ગયી હતી. તો ડાયનીગ હોલ બહાર લોકોના ટોળા એકત્ર થવા લાગતા પોલીસએ હટાવવા પડ્યા હતા. હાલ આ ઘટના અંગે પોલીસે આકસ્‍મિક ઘટનાની નોંઘ કરી તપાસ હાથ ઘરી છે. આ ઘટનામાં ડાયનીંગ હોલનું બોર્ડ લોખંડના અંગેલનુ અંદાજે વીસથી વઘુ ફૂટ લાંબુ હતુ. તે રીપેરીંગ અર્થે અગાસીમાં ચડાવતા સમયે આડુ કરતા બોર્ડનો છેવાડાનો ભાગ અગાસીથી સામેની તરફ એકાદ મીટર દુર રહેલી 11 KV ની હેવી લાઇનને અડી જતા અકસ્‍માત સર્જાયો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. 11 કેવી લાઇનનો શોર્ટ એટલો જોરદાર હતો કે એક કર્મચારી અગાસીમાં રહેલા એસીના કમ્‍પ્રેસરમાં ચોટી જતા શોર્ટ એસીમાં ઉતરી જતા એસી બળી ગયુ હતુ. સાચી હકકીત પોલીસ વિભાગની તપાસમાં જ બહાર આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.