ETV Bharat / state

વેરાવળ મામલતદારે બાયોડિઝલ પંપના સંચાલક વિરૂદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવી

author img

By

Published : Mar 24, 2021, 9:05 PM IST

વેરાવળ GIDC વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વેચાણ થઈ રહેલા બાયોડીઝલના પંપ પર 6 માસ પૂર્વે નાયબ મામલતદારની ટીમ તથા પોલીસની ટીમે સંયુક્ત રીતે તપાસ કરી 28 હજાર લીટર બાયોડીઝલનો જથ્થો સીઝ કર્યો હતો.જેના નમૂનો લઈ FSLમાં તપાસ અર્થે મોકલી તપાસ શરૂ કરવામાં આવી હતી. જે તપાસનો રીપોર્ટ આવતા બાયોડીઝલનું ગેરકાયદેસર કોઈપણ જાતના લાઇસન્સ કે મંજૂરી વગર વેંચાણ કરવામાં આવતું હોવાનું જણાતા મામલતદાર દ્વારા ચીજવસ્તુ અધિનિયમની કલમો હેઠળ પોલીસમાં ફરીયાદ નોંધાવવામાં આવી હતી.

વેરાવળ મામલતદારે બાયોડિઝલ પંપના સંચાલક વિરૂદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવી
વેરાવળ મામલતદારે બાયોડિઝલ પંપના સંચાલક વિરૂદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવી
  • વેરાવળ GIDC વિસ્તારમાંથી 28 હજાર લીટર બાયોડીઝલનો જથ્થો સીઝ કરાયો
  • બાયોડિઝલ મામલે સંચાલક વિરુદ્ધ મામલતદારે ફોજદારી ફરિયાદ નોંધાવી
  • કુલ રૂપિયા 20 લાખ 47 હજારનો મુદ્દામાલ મળી સીઝ કરવામાં આવ્યો

ગીર સોમનાથઃ વેરાવળ GIDC વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વેચાણ થઈ રહેલા બાયોડીઝલના પંપ પર 6 માસ પૂર્વે નાયબ મામલતદારની ટીમ તથા પોલીસની ટીમે સંયુક્ત રીતે તપાસ કરી 28 હજાર લીટર બાયોડીઝલનો જથ્થો સીઝ કરી નમૂના લઈ FSLમાં તપાસ અર્થે મોકલી તપાસ શરૂ કરવામાં આવી હતી. જે તપાસનો રીપોર્ટ આવતા બાયોડીઝલનું ગેરકાયદેસર કોઈપણ જાતના લાઇસન્સ કે મંજૂરી વગર વેંચાણ કરવામાં આવતું હોવાનું જણાતા મામલતદાર દ્વારા ફૈયાજ હાસીમભાઇ ગોડીલ સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમો હેઠળ પોલીસમાં ફરીયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં પંપ પર સ્ટોરેજ લાયસન્સ વિના સંગ્રહ કરેલો હોવાથી લોખંડની ટાંકી તથા પ્લાસ્ટીકની ટાંકી અને લોખંડના પાઇપ, ફીલીગ પોઇન્ટ મળી કુલ રૂપિયા 20 લાખ 47 હજારનો મુદ્દામાલ મળી સીઝ કરવામાં આવ્યો હતો.

આપણ વાંચોઃ મંજુરી વગર બાયોડિઝલ વેચતા લોકો સામે કાર્યવાહી કરવા પેટ્રોલપંપ સંચાલકોએ કલેક્ટરને રજૂઆત કરી

મામલતદાર દ્વારા નોંધવાઈ FIR

આ અંગે વેરાવળના મામલતદાર હસમુખલાલ ચાંડેરાએ પોલીસમાં નોંધાવેલી ફરીયાદ મુજબ નાયબ મામલતદાર કે.વી.ચાવડા, વી.ડી.કરમટા, સહાયક વેરા નીરીક્ષક બી.એમ.કોડીયાતર તથા પી.એસ.આઇ એમ.કે.ભીંગરાડીયા સહિતનાએ વેરાવળના GIDC વિસ્તારમાં આવેલા શબીના ફીશ કંપનીની બાજુમાં આવેલા મસ્તાન બાયોડીઝલ પંપ ઉપર તપાસ કરતા ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ કરતા ફૈયાજ હાસીમભાઇ ગોડીલની સામે અનઅધિકૃત ભેળસેળ યુકત પેટ્રોલિયમ બાયો ડીઝલ 28 હજાર લીટર કિમતનો રૂપિયા 16,52,000 તથા સાધનોમાં લોખંડની ટાંકી 2 નંગ રૂપિયા 2 લાખ તથા પ્લાસ્ટિકની ટાંકી નંગ બે રૂપિયા 40 હજાર અને લોખંડના પાઇપ રૂપિયા 5 હજાર અને ફીલીગ પોઇન્ટ બંધ તથા એક ચાલુ રૂપિયા 1 લાખ મળી કુલ રૂપિયા 20,47,000નો મુદ્દામાલ વેચાણ માટે રાખેલો હતો. આ વેંચાણ માટે જરૂરી કોઇ પણ જાતના પરવાના મેળવ્યા વગર, જિલ્લા કલેક્ટરની એન.ઓ.સી. મંજૂરી કે લાઇસન્સ મેળવ્યા વગર ગેરકાયદેસર રીતે ભેળ-સેળવાડું પેટ્રોલિયમ બાયોડીઝલ પદાર્થ વેચાણ કરી રહ્યા હતો. તપાસ દરમિયાન લેવાયેલ નમૂના એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા.

આ મામલે FSLના રીપોર્ટ અને તપાસના અહેવાલના આધારે મસ્તાન બાયોડીઝલ પંપ ચલાવતા ફૈયાજ હાસીમભાઇ ગોડીલની સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમો 3 અને 7 તથા IPC 285 મુજબ પોલીસમાં ગુનો નોંધાવતા વધુ તપાસ PSI કડછાએ હાથ ધરી હતી.

દરોડા દરમિયાન સામે આવેલી ક્ષતિઓ

  • 1/10/2020ના રોજ પ્રભાસ પાટણ GIDC વિસ્તારમાં સબીના ફીશ કંપનીની બાજુમાં આવેલા મસ્તાન બાયોડીઝલ પંપની સંયુકત ટીમ દ્વારા તપાસણી કરવામાં આવતા નીચે મુજબની ક્ષતિઓ –ગેરરીતી સામે આવી હતી.
  • બાયોડીઝલ બી 100ના છૂટક વેચાણ માટે જરૂરી રજિસ્ટ્રેશન પ્રમાણ પત્ર રજૂ કરેલા ન હતી.
  • બાયોડીઝલ કઇ કંપનીનું વેચાણ કરવા કરવામાં આવે છે તે કંપનીનું નામ સરનામુ તથા કંપની પાસે કરારનામુ કર્યા અંગેની વિગતો રજૂ કરેલી ન હતી
  • એકસપ્લોસીવ ૫રવાનો મેળવેલ નથી કે રજૂ કરવામાં આવેલ ન હતી
  • તોલમા૫ કચેરી દ્વારા ડિસ્પેચીંગ આઉટલેટ યુનિટ સીલ કરવામાં આવેલા ન હતું.
  • માલિક અંગેના કોઇ આધાર પૂરાવા રજૂ કરવામાં આવેલા ન હતા.
  • ફાયર સેફટી વિભાગનુ કોઇ એન.ઓ.સી મેળવેલ ન હતું તેમજ ફાયર સેફટી ના કોઈ સાધનો સ્થળે મળી આવેલ નહોતા
  • તપાસણી સમયે GPCBનું લાયસન્સ રજૂ કરેલી ન હતી.
  • Shops And Establishments Act 1 હેઠળ રજીસ્ટ્રેશન અંગેના પૂરાવા રજૂ કરેલા નહીં
  • દૈનિક ભાવનું બોર્ડ, બી -100ના સ્પેસીફીકેશનનું બોર્ડ, ધંધાના સ્થળપર “સુચવેલ પ્રમાણ કરતા વધારે પ્રમાણમાં બાયો ડીઝલનો ઉપયોગ એન્જીનને નુકશાન પહોચાડે તે અંગેનું બોર્ડ તેમજ ધંધાના સ્થળ પર વિતરણ અંગેના બ્લેડીંગના પ્રમાણનું બોર્ડ લગાડવામાં આવેલ ન હોતું.
  • જથ્થાની ખરીદી, વેચાણના કોઇ પણ બીલ રજૂ કરેલ નહીં જે મુજબ ગુજરાત આવશ્યક ચીજવસ્તુઓ ધારો આદેશ-1033 હેઠળ હિસાબો અધતન ન નિભાવી કાયદાનો ભંગ કરેલો તેમજ દૈનિક આવક-જાવક બંધ જગ્યાના સ્ટોક ૫ત્રક પણ રજૂ કરેલા ન હતા.
  • મીટર રીડીગ રજિસ્ટ૨ નિભાવેલા નથી, સપ્લાયર પાસે થી ખરીદવામાં આવેલા નથી બાયોડીઝલના છેલ્લા ત્રણ નમૂના રાખવામાં આવેલા ન હતા.
  • પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેર મંત્રાલયની તા.30/4/2019ની અધિસૂચનાનો ભંગ કરેલો છે.
  • ઉપરોક્ત ક્ષતિઓ જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.