ETV Bharat / state

ગીર સોમનાથમાં હોલિકા દહન બાદ અંગારામાં ચાલવાની પરંપારા યથાવત

author img

By

Published : Mar 29, 2021, 2:06 PM IST

ગીર સોમનાથ જિલ્લામાં હર્ષ અને ઉલ્લાસભેર હોળીની ઉજવણી કરવામાં આવી હતી. કોડિનારના દેદાની દેવળી ગામે હોલિકા દહન બાદ અંગારામાં ચાલવાની પરંપરા યથાવત જોવા મળી હતી.

હોલિકા દહન બાદ અંગારામાં ચાલવાની પરંપારા

  • દેદાની દેવળી ગામમાં હોળીની ધામધૂમ પૂર્વક ઉજવણી
  • હોળી શાંત થયા બાદ અંગારાને રસ્તા પર પાથરી દેવામાં આવે
  • ગામના યુવાનો, વડીલો અને નાના બાળકો ખુલ્લા પગે શ્રદ્ધાપૂર્વક ચાલે

ગીર-સોમનાથ : આ દ્રશ્યો ગીર-સોમનાથનાં દેવળી ગામના છે. 10 હજારની વસ્તી ધરાવતા દેદાની દેવળી ગામમાં હોળીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે અને ભવ્ય હોળી પ્રગટાવવામાં આવે છે. હોળી મોડી રાત્રે શાંત થયા બાદ તેના અંગારાને રસ્તા પર પાથરી દેવામાં આવે છે. અને તે અંગારા પર ગામના યુવાનો, વડીલો અને નાના બાળકો ખુલ્લા પગે શ્રદ્ધાપૂર્વક ચાલે છે.

વર્ષો જૂની પરંપરા દેદાની દેવળી ગામે આજે પણ જીવંત

વર્ષો જૂની આ પરંપરા દેદાની દેવળી ગામે આજે પણ જીવંત રાખવામાં આવી છે. જોકે, આજ દિવસ સુધી કોઈ ને ઇજા પહોંચી નથી. હોળીનાં દિવસે આ વર્ષ કેવો વરસાદ પડશે તેનો વરતારો પણ કાઢવામાં આવે છે. પવનની દિશા દ્વારા આ વરતારો ગામના વડીલો કાઢે છે. આ વખતે 12 આની વર્ષ હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચો : નવસારીમાં વૈદિક પરંપરા ઉજાગર કરવા પ્રગટાવી વૈદિક હોળી

અંગારા પર ગામના વૃદ્ધો અને યુવાનો ચાલે

હોલિકા દહન બાદ એટલે કે સવારે 4 કલાકે તમામ લાકડા બળી ગયા બાદ અંગારાને કાઢી અમુક ફૂટ લંબાઇમાં પાથરી દેવામાં આવે છે. ત્યારબાદ એ અંગારા પર ગામના વૃદ્ધો અને યુવાનો ચાલે છે. હોળીની વચ્ચે જમીનમાં દાટેલો કુંભ બહાર કઢાય છે. આ કુંભમાં કાચું ધાન્ય જેવું કે, ઘઉં, ચણા, મગ તેમજ અન્ય કઠોળ ભરવામાં આવ્યું હોય છે.

હોલિકા દહન
હોલિકા દહન

આ પણ વાંચો : ખેડાના સિદ્ધિવિનાયક દેવસ્થાને આયુર્વેદિક ઈકોફ્રેન્ડલી હોળીનું દહન

આગામી ચોમાસુ 12 આની રહેશે, એટલે પાક અને પાણીનું ચિત્ર સારું રહેશે

કાચું ધાન્ય જે પ્રમાણે બફાઈ તેના પરથી આવનારા વર્ષનો વરતારો કરવામાં આવે છે. આ વખતે દેવળી ગામના વડીલો દ્વારા કુંભના ધાન્યને જોઈને વરતારો કરવામાં આવ્યો છે કે, આગામી ચોમાસુ 12 આની રહેશે. એટલેકે, પાક અને પાણીનું ચિત્ર સારું રહેશે. ગામ લોકોનાં કહેવા પ્રમાણે સદીઓથી આ પરંપરા ચાલતી આવી છે અને આજે પણ તે પ્રથા જાળવી રાખી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.