- સોમનાથ મંદિરના દરિયા કિનારે ભડકાઉ વીડિયો બનાવનારા યુવકની ઓળખ થઈ, પોલીસ તપાસ શરૂ
- દરિયા કિનારે ઉભા રહી સોમનાથ મંદિરને લૂંટનારા ગઝનવીની કરી પ્રશંસા
- સોમનાથ મંદિરને Z+ સુરક્ષા છતાં વીડિયો વાયરલ થતાં અનેક સવાલ
સોમનાથ: હાલના દિવસોમાં ગુજરાતમાં સોમનાથ મંદિર અંગે ટિપ્પણી કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક શખ્સ દ્વારા આપવામાં આવી રહેલા ભડકાઉ નિવેદન પ્રત્યે લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ પણ હરકતમાં આવી છે અને તપાસ શરૂ કરી હતી. સોશિયલ મિડીયામાં 3 મિનિટ અને 24 સેકન્ડના વાઈરલ થયેલા આ વીડિયો સોમનાથ મંદિરની પાછળના ભાગે અડધા કિ.મી. દૂર મરીન પોલીસ ચોકીની સામેના દરિયા કિનારે ભિડીયા વિસ્તારમાં રેકોર્ડ થયા હોવાનું અનુમાન છે. જેમાં એક શખ્સ જોવા મળી રહ્યો છે. જેની ઓળખ ઈર્શાદ રશીદ તરીકે થઈ છે. ઈર્શાદ “જમાત-એ-આદિલા હિન્દ” નામે યુ-ટ્યૂબ ચેનલ ચલાવે છે. ઈર્શાદે સેલ્ફી મોડમાં એક વીડિયો શૂટ કર્યો હતો.
સોમનાથના ઇતિહાસને ઠેસ પહોંચાડતા વાક્યોના ઉચ્ચારણોથી હિન્દુ સમાજમાં રોષ
પોતાના વીડિયોમાં ઈર્શાદ હિન્દી અને ઉર્દુમાં મહંમદ ગઝનવીએ સોમનાથ મંદિરને લૂંટયાની ઘટનાને બિરદાવતો જોવા મળી રહ્યો છે. કોઈ વિધર્મી દ્વારા સોમનાથના ઇતિહાસને ઠેસ પહોંચાડતા વાક્યોના ઉચ્ચારણોથી હિન્દુ સમાજમાં રોષની લાગણી પ્રસરી છે. તો બીજી તરફ સોમનાથ મંદિરની સુરક્ષા સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. હવે સોમનાથ મંદિર પરનો આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ પણ હરકતમાં આવી છે. સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ પોલીસમાં વીડિયો બનાવનારા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવા લેખિત ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ
ઝેડપ્લસ સુરક્ષા ધરાવતા જગ વિખ્યાત સોમનાથ મંદિરની સોશ્યિયલ મિડીયામાં વાયરલ થયેલા ઉશ્કેરણીજનક ઉચ્ચારણો વાળો વિડીયો સામે આવ્યો છે, ત્યારે આ મામલે સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ વીડિયો બનાવનારા શખ્સ સામે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવા લેખિત ફરીયાદ આપી હતી.
મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા લેખિત પોલીસ ફરિયાદ
સમગ્ર મામલે સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા લેખિત પોલીસ ફરિયાદ નોંધાવી છે. પ્રાથમિક તપાસમાં સોમનાથ મંદિર નજીક વીડિયો બનાવનારા યુવક ઇર્ષાદ રસીદ હોવાનું તેમજ યુટ્યુબ ચેનલ પર " જમાત-એ-આદિલા હિન્દ" નામનું એકાઉન્ટ ધરાવતો હોવાનું ચર્ચાયું હતુ. ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાએ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આવો વીડિયો અમારા ધ્યાને આવ્યો છે. સોમનાથ મંદિર દ્વારા ફરીયાદ અપાય છે. હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ વીડિઓ ગત વર્ષનો છે કોઈ વ્યક્તિ બહારથી આવી આ વીડિઓ બનાવ્યો છે. હાલ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે સાયબર ક્રાઈમ સ્પેશિયલ બ્રાંચ સહિત ટીમોએ તપાસ ચલાવી હતી. અત્રે નોંધનીય છે કે, એક તરફ વાયરલ વીડિયોમાં વિધર્મી દ્વારા સોમનાથના ઇતિહાસને ઠેસ પહોંચાડતા વાકયોના કરાયેલા ઉચ્ચારણોથી હિન્દુ સમાજમાં રોષની લાગણી પ્રસરી છે. એક તરફ સોશિયલ મીડિયા પર વીડિઓ વાઇરલ થતા હિન્દૂ સમાજમાં ખળભળાટ મચ્યો અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા વીડિઓ બનાવનારા શખ્સ સામે ફરિયાદ કરતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
- વીડિઓ બનાવનારા શખ્સનો વધુ એક વીડિઓ સામે આવ્યો છે.
- બીજો વાઇરલ થયેલા વીડિઓમાં વીડિઓ બનાવનારા વ્યક્તિ માફી માંગતો વીડિઓ વાઇરલ થયો છે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓની પણ માફી માગી હતી.
- જો કે, આ શખ્સ સ્થાનિક મીડિયા ચેનલો પર વીડિઓને તોડી મરોડીને બતાવ્યાનો આરોપ લગાવ્યો હતો.
- સોમનાથ મંદિરની Z+ સુરક્ષા સામે ઉઠ્યા સવાલો
ઉલ્લેખનીય છે કે, સોમનાથ મહાદેવનું મંદિર આતંકવાદીઓના હિટલિસ્ટમાં છે. આથી અહીં સુરક્ષા પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. સોમનાથ મંદિરને Z+ સુરક્ષા આપવામાં આવી હોવાથી અહીં SRP, ઘોડે સવાર પોલીસ, હોમગાર્ડ અને GRD સહિતનો પોલીસ કાફલો કાયમી તૈનાત રહે છે.
સોમનાથ મંદિરની સુરક્ષા સામે પણ અનેક સવાલો
તો બીજી તરફ સોમનાથ મંદિરની સુરક્ષા સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. કારણ કે, સોમનાથ મંદિર ઝેડપ્લસ સુરક્ષા ધરાવતું હોવાથી સુરક્ષા માટે ઘોડેસવાર પોલીસ, હોમગાર્ડ, GRD સહિતનો મસમોટો પોલીસ કાફલો કાયમી તૈનાત રહે છે અને આ સુરક્ષા પર DYSP કક્ષાના અઘિકારીની ખાસ સોમનાથ સુરક્ષા માટે નિમણુંક કરાઇ છે. ત્યારે સોમનાથ મંદિરના દરિયાકિનારે એક વિધર્મી યુવકએ વીડિયો બનાવ્યો તે કેમ સુરક્ષા વિભાગના ઘ્યાને ન આવ્યુ ? સોમનાથ મરીન પોલીસ સ્ટેશન પણ આવેલા હોવા છતાં વિધર્મી યુવક કંઇ રીતે બેરોકટકો વીડિયો રેકર્ડ કરી શકયો ? સોમનાથ સુરક્ષામાં નીચેના કર્મચારીઓની ચકૂ રહી હોય તો સમગ્ર સુરક્ષા ઉપર જેનું મોનિટરીય હોય છે તેવા પોલીસ અઘિકારીઅો પણ ફરજમાં બેદરકાર છે ? અાવા અનેક સવાલો ઉઠયા છે.