ગીર અભ્યારણમાં ઋતુઓ પ્રમાણે તેના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શિયાળામાં સાસણ પાર્કનો સમય 6.45 થી 9.45 સુધીનો કરાયો છે. ઉનાળામાં 1 માર્ચથી 15 જૂન સુધી સાંજે 4થી 7 કલાક સુધીનો કરાયો છે.
આ ઉપરાંત રાજ્ય સરકાર પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત સાસણ જંગલને પ્લાસ્ટિક નિષેધ કરવામાં આવ્યું છે. પાણીની બોટલો થર્મલ સ્ટીલ સાથે 2 બોટલો દરેક વાહનમાં રાખવામાં આવી છે. તેમજ GPS સિસ્ટમને અપડેટ કરવામાં આવી છે. જેથી કોઈ પણ પ્રકારના વાહન મોનીટરીંગમાંથી બચી શકશે નહીં.
આમ, ઓનલાઈન બુકીંગ, પ્લાસ્ટીક મુક્ત અભિયાન અને ઋતુ પ્રમાણે કરવામાં આવેલાં સમય પરિવર્તન સાથે એકવાર ફરીથી સાસણ ગીર પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે..