ETV Bharat / state

એકમાત્ર મતદાર ધરાવતું મતદાન કેન્દ્ર બાણેજ લોકશાહી માટે છે આદર્શ

મતદાનનું મહત્વ શું હોઈ શકે તેનો ઉત્કૃષ્ટ ઉદાહરણ ગીરની મધ્યમાં આવેલા બાણેજ જગ્યાના મહંત હરિદાસ બાપુએ પૂરું પાડ્યું છે. બાણેજ મતદાન કેન્દ્ર દેશના એકમાત્ર મતદાર તરીકે ઉપયોગ કરવામાં આવતું રહ્યું છે. જગ્યાના મહંત ભરતદાસ બાપુનું થોડા મહિના અગાઉ દેહાવસાન થયું હતું. તેમની જગ્યા પર હરીદાસ બાપુ જગ્યાના મહંત બન્યા છે. ગીર મધ્યે આવેલી વન વિભાગની કચેરીમાં ઉભા કરવામાં આવેલા મતદાન મથકમાં હરિદાસ બાપુએ મતદાન કરીને લોકશાહીની પરંપરાને મજબૂત બનાવી છે. સાથે સાથે બાણેજ મતદાન કેન્દ્ર 100 ટકા મતદાન ધરાવતું રાજ્યનું પ્રથમ મતદાન મથક પણ બની ગયું છે.

મહંત હરિદાસ બાપુએ મતદાન કર્યું
મહંત હરિદાસ બાપુએ મતદાન કર્યું
author img

By

Published : Feb 28, 2021, 5:55 PM IST

  • દેશના એકમાત્ર મતદાન મથકમાં થયું 100 ટકા મતદાન
  • મહંત હરિદાસ બાપુએ મતદાન કર્યું
  • બાણેજ મતદાન મથક 100 ટકા મતદાન ધરાવતું રાજ્યનું પ્રથમ મતદાન કેન્દ્ર બની ગયું

જૂનાગઢઃ ગીર મધ્યમાં આવેલું બાણેજ મતદાન મથક 100 ટકા મતદાન ધરાવતું રાજ્યનું પ્રથમ મતદાન કેન્દ્ર બની ગયું છે. ગીર મધ્યમાં આવેલા બાણેજ જગ્યાના મહંત માટે પાછલા કેટલાય વર્ષોથી ચૂંટણીપંચ દ્વારા મતદાન મથક ઉભુ કરવામા આવતું રહ્યું છે. પહેલા ભરતદાસબાપુ માટે બાણેજ મંદિર નજીક વન વિભાગની કચેરીમાં મતદાન મથક ઉભું કરવામાં આવતું હતું થોડા મહિના અગાઉ ભરતદાસબાપુનું અવસાન થતાં તેમની જગ્યા પર હરિ દાસ બાપુ મહંત બન્યા છે. ત્યારે પ્રથમ વખત હરિદાસ બાપુએ બાણેજ જગ્યામાં એકમાત્ર મતદાર ધરાવતા મતદાન મથકમાં મતદાન કરીને લોકશાહીની પરંપરાને વધુ મજબૂત કરી છે મત આપ્યા બાદ હરીદાસ બાપુએ પ્રત્યેક મતદારને મતદાન કરવું જોઈએ તેઓ પ્રેરણાત્મક સંદેશો પણ મતદાનના માધ્યમથી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.

બાણેજ મતદાન મથકમાં પણ તમામ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી

ચૂંટણી પંચ પાછલા કેટલાય વર્ષોથી બાણેજમાં એકમાત્ર મતદાર માટે મતદાન મથક ઉભુ કરી રહ્યું છે. સામાન્ય મતદાન મથકમાં જેટલા કર્મચારીઓની સાથે જે ભૌતિક સાધન સુવિધા અને EVMની વ્યવસ્થા કરાતી હોય છે તેજ પ્રકારે બાણેજ મતદાન મથકમાં પણ તમામ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. મતદાર એક હોય કે અનેક પરંતુ મતદાન મથકમાં જે સુવિધાઓ અનેક મતદારને મળે છે તે જ પ્રકારની વ્યવસ્થા અને સુવિધા એકમાત્ર મતદાર ધરાવતા બાણેજ મતદાન મથકમાં પણ ઊભી કરવામાં આવે છે. બાણેજ મતદાન મથક સમગ્ર ભારતવર્ષમાં એકમાત્ર મતદાર ધરાવતું મતદાન મથક હોવાનું બહુમાન આજે વર્ષો બાદ પણ જાળવી રાખવામાં સફળ થયું છે.

ગુપ્તદાન બાણેજ મતદાન મથકનું EVM ના ખૂલે ત્યાં સુધી અકબંધ રહે છે

બાણેજ મતદાન મથક ગીરની મધ્યમાં આવેલી હોવાને કારણે અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈપણ ઉમેદવાર અહીં ચૂંટણી પ્રચાર કરવા માટે આવતા જોવા મળતો નથી. જ્યારે મતગણતરીની કરવામાં આવે છે ત્યારે બાણેજ મતદાન કેન્દ્રનું EVM ખુલતાની સાથે જ બાણેજ જગ્યાના મહંતે કોને મત આપ્યો છે તે સ્પષ્ટ બની જાય છે. આવુ ભારતમાં કદાચ કોઈ પણ મતદાન મથકમાં થતું હશે એવું ધ્યાને આવતું નથી. મતદાનને ગુપ્ત દાન પણ માનવામાં આવે છે પરંતુ આ ગુપ્તદાન બાણેજ મતદાન મથકનું EVM ના ખૂલે ત્યાં સુધી અકબંધ રહે છે. પરંતુ જ્યારે EVM ખોલવામાં આવે ત્યારે મતદાનના દિવસે કરવામાં આવેલું ગુપ્તદાન બધાની સામે આવી જાય છે અને જગ્યાના મહંતે કયા ઉમેદવારને પોતાનો મત આપ્યો છે તે જાહેર પણ થઈ જાય છે આમ બાણેજ એકમાત્ર મતદાર ધરાવતું મતદાન મથક હોવાની સાથે મતગણતરી બાદ ગુપ્ત મતદાન રહેતું નથી તેનું પણ ઉદાહરણ બની રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.