ગીરસોમનાથઃ કોરોના વાઇરસના સંક્રમણના કારણે દેશભરમાં ત્રીજા તબક્કાનું લોકડાઉન અમલમાં છે. ગીર સોમનાથ આરોગ્ય વિભાગ દ્રારા લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે. જેમાં પોલીસ વિભાગ દ્રારા ગીર સોમનાથ જિલ્લામાં લોકડાઉનનો ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યો છે.
આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવાની સર્તકતાના કારણે ગીર સોમનાથ જિલ્લામાં વધુ એક કોરોના વાઇરસના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 23 પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યા છે. જેમાંથી 03 પોઝિટિવ કેસ કોરોનામુક્ત થતા રજા આપવામાં આવી છે.
કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુરના યુવાનનો કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેમાં 68 શંકાસ્પદ દર્દીના સેમ્પલ નેગેટિવ આવેલ છે. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા-10, કોડીનાર-08, ગીરગઢડા-04, વેરાવળ-11, તાલાળા-11 અને ઉના-18, સિવિલ હોસ્પિટલ-04 સહિત 66 શંકાસ્પદ સેમ્પલ લેવામાં આવ્યાં છે.