- દિલ્હીના ખેડૂતોને ટોબરા ગામના ખેડૂતોનું પણ સમર્થન
- ખેડૂતોએ ગામમાં ટ્રેક્ટર રેલી કરી જાહેર કર્યું સમર્થન
- દિલ્હીમાં ચાલી રહેલા આંદોલનને ગીર સોમનાથ જિલ્લામાંથી મળ્યું સમર્થન
- ટોબરા ગામના ખેડૂતોએ ખેડૂત આંદોલનને આપ્યું સમર્થન
ગીર સોમનાથઃ પાછલા 40 કરતા વધુ દિવસથી દેશની રાજધાની દિલ્હીમાં ખેડૂતો કૃષિ સંશોધન કાયદાને લઈને આંદોલન પર ઉતરીયા છે, ત્યારે તેના સમર્થનમાં હવે ગુજરાતના ખેડૂતો પણ સામે આવી રહ્યા છે. જેને લઈને આજે ગીર સોમનાથ જિલ્લાના ટોબરા ગામના ખેડૂતોએ ટ્રેકટર રેલીનું આયોજન કરીને દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં ખૂલીને બહાર આવતા જોવા મળ્યા છે.
આગામી દિવસોમાં આંદોલન વધુ કેટલીક જગ્યા પર વિસ્તરી શકે છે
ટોબરા ગામના ખેડૂતોએ આજે જે પ્રકારે દિલ્હીના ખેડૂતોની તરફેણમાં તેમજ કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં પારીત કરેલા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ ટ્રેકટર રેલી કરીને દિલ્હીના ખેડૂતોને પોતાનું સમર્થન જાહેર કર્યું છે, ત્યારે આજે ગીર સોમનાથ જિલ્લાના ટોબરા ગામના ખેડૂતોએ પહેલ કરીને ખેડૂત આંદોલનને પોતાનું સમર્થન જાહેર કર્યું છે ત્યારે આગામી દિવસોમાં વધુ કેટલાક જિલ્લાઓમાં પણ દેશના ખેડૂતોના સમર્થનમાં ગુજરાતનો ખેડૂત બહાર આવે તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે.