આ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલા અને કેન્દ્રીય કામધેનું આયોગના ડૉ. વલ્લભ કથીરિયાએ હાજરી આપી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. જેમાં 173 ખેડુતોએ ગીર ગૌ સ્પર્ધામાં રજીસ્ટ્રેશન કર્યું હતું. જે પૈકીની 9 ગાયોને સોમનાથ ગૌશાળા ખાતે લાવવામાં આવી હતી.
પશુ ડૉક્ટરો, બાયેફ સંસ્થા, કૃષિ તેમજ ગૌ તજજ્ઞોની ટીમ દ્રારા ત્રણ ગાયોને 1, 2 અને 3 નંબર આપી પ્રથમને 31 હજાર, બીજા ક્રમને 21 હજાર અને ત્રીજા ક્રમને 11 હજારના રોકડ પુરસ્કાર સાથે સન્માન પત્ર પણ એનાયત કરાયા હતા. સાથે જ બ્રાઝીલ જેવા દેશમાં ગીર ગાયની સંખ્યા અને મહત્વ વધારે છે, ત્યારે ગુજરાત પણ ગીર ગાયનું સંવર્ધન કરે અને સમૃદ્ધ બને તે હેતુથી સહીયારા પ્રયાસો કરવાનું ગૌ પાલકોએ જણાવ્યું હતું.
આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે. લહેરી, ગૌ તજજ્ઞો અને મોટી સંખ્યામાં ગૌ પાલકો ઊપસ્થિત રહ્યા હતા. તજજ્ઞોએ જણાવ્યું કે, ખેતી આરોગ્ય અને સ્વાસ્થય માટે ગીર ગાયનું જતન અનિવાર્ય છે. ગાયનું દુધ, ઘી, છાસ, દહી, છાણ અને ગૌ મુત્ર હઠીલા રોગોને પણ હટાવી શકે છે. ત્યારે ગીર ગાયનું જતન સૌ લોકોએ મળી સહર્ષ સ્વીકાર કર્યો હતો.