ગીર સોમનાથઃ 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષકદિન નિમિત્તે વેરાવળમાં જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ સન્માન સમારંભમાં ઉના તાલુકામાં રાણવશી પ્રાથમિક શાળાના ભાલીયા ઈન્દુબેન કાળુભાઈ, તાલાળા તાલુકામાં રમરેચી પ્રાથમિક શાળાના ભૂત નિકુંજ જમનાદાસ, રાતીધાર પ્રાથમિક શાળાના વાઢેળ કૃષ્ણહર્ષ અને કોડીનાર તાલુકામાં છારા કન્યા શાળાના કામળીયા કાળાભાઈ એચ.ને શાલ, પ્રમાણપત્ર અને રોકડ પુરષ્કારથી સન્માનિત કરાયા હતા.
આ તકે મુખ્ય અતિથી બીજનીગમના ચેરમેન રાજસિંહભાઈ જોટવાએ જીવનમાં શિક્ષણ અને શિક્ષકનું મહત્વ સમજાવ્યું હતું. આ ઉપરાંત સમાજના ઘડતરમાં શિક્ષકની ભૂમિકાને અતિ મહત્વપૂર્ણ ગણાવી હતી.