- ઉનાની ચોરીના ગુનામાં 6 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
- સ્કોડની ટીમે બાતમીના આધારે ફરાર આરોપીને મોરબીમાંથી ઝડપી લીધો
- પોલીસ દ્વારા ડ્રાઇવ
ગીર સોમનાથ: જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનાઓના ફરાર આરોપીઓને ઝડપી લેવા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ નાસતા ફરતા સ્કોડની રચના કરી આરોપીઓને ઝડપી લેવા સૂચના આપેલી હતી. જે અનુસંધાને સ્કોડની ટીમે શોધખોળ હાથ ધરતા ઉના પોલીસમાં 2015માં નોંધાયેલી ચોરીના એક ગુનાનો નાસતો ફરતો આરોપી મોરબીમાં હોવાની બાતમી મળી હતી.
સ્કોડને મળી સફળતા
જેના આધારે સ્કોડની ટીમના પીએસઆઈ આર.આર.ગરચર સ્ટાફના સંજય પરમાર, એ.પી.જાની, ભીખુશા બચુશા સહિતનાએ મોરબી શહેરના કાંતીનગર વિસ્તારમાંથી ફરાર આરોપી જમાલશા રહેમાનશા શામદારને ઝડપી લઈ ઉના પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. જમાલશા સામે ઉના પોલીસમાં 6 વર્ષ પૂર્વે ચોરીનો ગુનો નોંધાયેલો જેમાં તે ફરાર હતો.