ETV Bharat / state

11 June થી ખૂલશે ભગવાનના દ્વાર - સોમનાથ મંદિરમાં ભક્તો કરી શકશે દર્શન

રાજય સરકારની નવી ગાઇડલાઇન મુજબ 11 June થી સોમનાથ મંદિર ( Somnath Temple )માં ભક્તો દર્શન કરી શકશે. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કોવિડના નિયમોને અનુરૂપ સુચારૂ અમલવારી માટે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. સોમનાથ મંદિર ( Somnath Temple ) સવારે 7:30 કલાકથી રાત્રિના 8 કલાક દરમિયાન દર્શન માટે ખૂલ્‍લુ રહેશે. દર્શન માટે ભાવિકોએ ઓનલાઇન અથવા ઓફલાઇન પાસ ફરજિયાતપણે લેવાનો રહેશે.

Somnath Temple
Somnath Temple
author img

By

Published : Jun 10, 2021, 4:50 PM IST

Updated : Jun 10, 2021, 7:20 PM IST

  • 11 June થી ભક્તો કરી શકશે સોમનાથ મહાદેવના દર્શન
  • સોમનાથ મંદિર ( Somnath Temple )માં ભાવિકો દર્શન કરી શકે તે માટે કોરોના ગાઇડલાઇન મુજબ તૈયારીઓ હાથ ધરાઇ
  • સોશિયલ ડિસ્ટન્સ અને ફરજિયાત માસ્ક સાથે કરી શકાશે દર્શન

ગીર સોમનાથ : કોરોનાની વૈશ્વિક મહામારીને લઈ સર્તકતાના ભાગરૂપે સોમનાથ મહાદેવ મંદિર ( Somnath Mahadev Temple ) 11 એપ્રિલ, 2021થી દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યુ હતું. જે બાદ હવે સોમનાથ મંદિરમાં ભક્તો 11 June થી દર્શન કરી શકશે. આમ કોરોનાની બીજી લહેર બાદ 61 દિવસે ફરી મંદિર ખૂલશે. આ અગાઉ પ્રથમ લોકડાઉન વખતે 23, માર્ચ 2020થી 8 જૂન 2020 દરમિયાન 89 દિવસ માટે મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહ્યું હતું.

કોરોના ગાઇડલાઇનની અમલવારી માટે વિશેષ તૈયારીઓ હાથ ધરાઇ

11 June થી સોમનાથ મહાદેવ મંદિર ( Somnath Temple )ના દ્વાર દર્શનાર્થીઓ માટે ખૂલવા જઈ રહ્યા છે, ત્યારેસોમનાથ મંદિર ટ્રસ્ટ ( Somnath Mahadev Temple Trust ) દ્વારા પણ કોરોના ગાઇડલાઇનની અમલવારી માટે વિશેષ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જે અંગે સોમનાથ મંદિર ટ્રસ્ટ ( Somnath Mahadev Temple Trust )ના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, દર્શનાર્થીઓ દ્વારા સોશિયલ ડિસ્ટનસિંગનું ચુસ્તપાલન થાય તે માટે સોમનાથ મંદિર ( Somnath Temple )ની એન્ટ્રીથી લઈને પરિસર સુધી ગોળ રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યા છે. કોરોના ગાઇડલાઇન મુજબ દર્શન માટે માસ્ક ફરજિયાત પહેરીને જ આવવાનું રહેશે. સોમનાથ મંદિરમાં અને આખા સંકૂલમાં સામાજિક અંતર જાળવવાનું રહેશે, ટેમ્પરેચર ચેક કરાવી, હાથ સેનિટાઈઝ કરીને જ પ્રવેશ કરવાનો રહેશે. પરિસરમાં સામાજિક અંતર માટે જે ગોળ રાઉન્ડ બનાવ્યા છે, તેમાં જ ઉભા રહીને લાઈનમાં જવાનું રહેશે. મંદિરમાં પણ રેલિંગ કે કોઈપણ જગ્યાએ અડવું નહીં, મંદિરમાં દંડવત પ્રણામ ન કરવા, માત્ર દર્શન કરીને જ તુરંત બહારના ગેટથી બહાર નીકળી જવાનું રહેશે.

11 June થી ખૂલશે ભગવાનના દ્વારા - સોમનાથ મંદિરમાં ભક્તો કરી શકશે દર્શન

સોમનાથ મંદિર ( Somnath Temple )માં દર્શનનો સમય પણ મર્યાદિત છે

દર્શન માટેના પાસ ઓનલાઇન તેમજ ઓફલાઇન લેવા ફરજિયાત છે. જેમાં સોમનાથ મંદિર ટ્રસ્ટ ( Somnath Mahadev Temple Trust )ની વેબસાઇટ પર પણ દર્શન માટેના સ્લોટની લિંક મૂકવામાં આવી છે. જે લિંક દ્વારા ઓનલાઇન બૂક કરાવીને દર્શન પાસ મેળવી શકાશે. જેથી વધુ સમય લાઇનમાં ન ઉભા રહેવું પડે. સોમનાથ મંદિર ( Somnath Temple )માં દર્શનનો સમય પણ મર્યાદિત છે. જે મુજબ સવારે 7:30થી 11:30 અને 12:30થી 6:30 સુધી માત્ર દર્શન માટે જ મંદિર ખૂલશે. આરતીના સમયે કોઈને પણ પ્રવેશ આપવામાં નહીં આવે. જેથી બહારથી આવતા શ્રદ્ધાળુંઓએ અગાઉથી ઓનલાઇન દર્શનનું બુકિંગ કરાવીને જ દર્શન માટે આવવનું રહેશે. જેથી તેમને પણ દર્શનમાં બિનજરૂરી વધુ પડતો સમય ઉભા ન રહેવું પડે.

આ પણ વાંચો -

Last Updated : Jun 10, 2021, 7:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.