ગીર સોમનાથઃ જિલ્લાની શાળામાં પણ હવે કોરોનાએ પગપેસારો કર્યો (Teachers Corona Positive in Gir Somnath) છે. અહીં વેરાવળમાં આવેલી આદિત્ય બિરલા ગૃપની શાળાના બે શિક્ષકો કોરોના સંક્રમિત (In Veraval Aditya Birla group school teachers Corona Positive) થતા શાળાને એક અઠવાડિયા સુધી બંધ રાખવાનો નિર્ણય વહીવટી તંત્રએ કર્યો છે. આ દિવસ દરમિયાન શાળાના તમામ શૈક્ષણિક કાર્ય ઓનલાઈન રાખવામાં આવ્યું છે. શાળાના સંચાલકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી બાળકોને વાલીઓને આ અંગે જાણ કરી હતી.
આ પણ વાંચો- Corona Vaccination for Children: મોરબીમાં 15 હજાર બાળકોને રસી સુરક્ષાકવચ અભિયાન શરૂ
રાજ્યમાં કોરાના કેસ 1,000ને પાર પહોંચ્યા
રાજ્યમાં અત્યારે કોરોનાના કેસ 1,000ને પાર પહોંચ્યા (Corona cases in Gujarat) છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળની આદિત્ય બિરલા સ્કૂલના બાળકોને ભણાવતા 2 શિક્ષકો કોરોના સંક્રમિત (In Veraval Aditya Birla group school teachers Corona Positive) થયા છે. ત્યારે વહીવટી તંત્ર આના કારણે દોડતું થયું છે. તો હવે એક અઠવાડિયા સુધી આ સ્કૂલ બંધ રહેશે. આવી પરિસ્થિતિમાં વેરાવળyમાં આવેલી આદિત્ય બિરલા સ્કૂલના બે શિક્ષકો પણ કોરોના સંક્રમિત (In Veraval Aditya Birla group school teachers Corona Positive) થતા પ્રત્યક્ષ શિક્ષણ પર પણ હવે ધીમે ધીમે કોરોનાનું ગ્રહણ લાગી રહ્યું છે.
આ પણ વાંચો- Corona Cases in Jamnagar: જામજોધપુરમાં 13 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ, ઓમિક્રોનના નવા 2 કેસ નોંધાયા
શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય બંધ
વેરાવળની આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ શાળામાં અભ્યાસ કરતાં બાળકોના વાલીઓને સોશિયલ મીડિયાથી જાણ કરી દેવાઈ છે. સાથે જ એક અઠવાડિયા સુધી શાળા બંધ રાખવાની અને શૈક્ષણિક કાર્ય ઓનલાઈન રાખવા અંગે જાણ કરવામાં આવી છે. તમામ પૂર્વ તૈયારીઓને સાવચેતી સાથે એક અઠવાડિયા બાદ શાળામાં ફરી વખત પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવું કે નહીં તેની જાણ પર શાળા વહીવટી તંત્ર વાલીઓને કરશે. અત્યારે એક અઠવાડિયા સુધી શાળાનું શૈક્ષણિક કાર્ય ઓનલાઈન કરી દેવામાં આવ્યું છે. તો તમામ પરિસ્થિતિ વિદ્યાર્થીઓની સાથે શાળાના શિક્ષકો માટે અનુકૂળ બન્યા બાદ શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવા અંગે શાળા સંચાલક મંડળ કોઈ નિર્ણય કરે તેવી શક્યતા પણ છે.