ETV Bharat / state

Tamil New Year Puthandu 2023: ગીર સોમનાથના તમિલ પરિવારોએ ગરબે ઘૂમી કરી નવ વર્ષ પુથંદુ વજથુકલની ભવ્ય ઉજવણી - Tamil New Year Puthandu 2023

સૌરાષ્ટ્રની ધરતી પર સૌરાષ્ટ્ર તમિલ સંગમમ કાર્યક્રમ 17 એપ્રિલથી 30 એપ્રિલ સુધી યોજાવા જઈ રહ્યો છે. તે પહેલા સોમનાથમાં વસતા તમિલ ભાઈ બહેનોએ તેમના નવા વર્ષ પુથંદુ વજથુકલની ભવ્ય ઉજવણી કરી હતી. તમિલ ભાઈ બહેનો ગુજરાતી ગરબે ઘૂમ્યા હતા.

tamil-new-year-puthandu-2023-tamil-families-of-gir-somnath-celebrate-puthandu-vazthukal

author img

By

Published : Apr 15, 2023, 7:08 PM IST

પુથંદુ વજથુકલની ભવ્ય ઉજવણી

ગીર સોમનાથ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની નેમને સાકાર કરવા સોમનાથના સાન્નિધ્યમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ યોજાવાનો છે. જેને લઈને સોમનાથ તમિલ સમાજમાં પણ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. સોમનાથ તમિલ સમાજ પોતાના બંધુઓને આવકારવા થનગની રહ્યો છે. આ કાર્યક્રમ પૂર્વે 14 એપ્રિલના રોજ મૂળ તમિલ સૌરાષ્ટ્રિયન સમાજે પોતાના નવા વર્ષ ‘પૂથાંડુ વઝથુકલ’ની પરંપરાગત રીતે ઉજવણી કરી હતી અને ગરબે ઘૂમીને પોતાના બંધુઓને આવકારવા માટે ઉત્સાહ દાખવ્યો હતો.

સ્ત્રીઓએ માથામાં વેણી અને સાડી પહેરી: મૂળ તમિલનાડુના પરંતુ દાયકાઓથી ત્યાંથી અહીં ગીર સોમનાથને કર્મભૂમિ બનાવી રહેતા તમિલ પરિવારે રંગેચંગે પોતાના નવા વર્ષ ‘પૂથાંડુ વઝથુકલ’ની ઉજવણી કરી હતી. સ્ત્રીઓએ માથામાં ફૂલની વેણી અને સાડી તો પુરૂષોએ પરંપરાગત લૂંગી-ખેસ સહિત તમિલ સંસ્કૃતિ દર્શાવતા વસ્ત્રો ધારણ કરી અને રંગેચંગે પોતાના વતનને યાદ કરી ઉત્સવની ઉજવણી કરી હતી.

અનેક ધંધા સાથે જોડાયેલા: દાયકાઓથી અહીં વસવાટ કરતા તમિલ પરિવારમાંથી કોઈ માછીમારી તો કોઈ ઈડલી-ઢોસાની લારી, કોઈ સુથારીકામ તો કોઈ લુહારીકામ સાથે પણ સંકળાયેલા છે. તમિલ પરિવારના અહીં આશરે 48 જેટલા કુટુંબ છે જેના 300 જેટલા સભ્યો તહેવારોની ઉજવણીથી લઈને વ્યવસાય એમ તમામ મોરચે સમગ્ર રીતે ગુજરાતી બન્યા છે.

આ પણ વાંચો Narnarayan Dev Mahotsav 2023 : દ્વિશતાબ્દી મહોત્સવ માટે પોતાનો ધંધો છોડી ફર્નિચર બનાવવાની સેવા આપતો યુવક

રંગોળી કરીને ઘરની સજાવટ: સોમનાથમાં વસતા તમિલ પરિવારોએ નવ વર્ષની ઉજવણી નિમિત્તે તમામ ઘરે સુંદર મજાની રંગોળી કરી હતી અને રંગોળીની મધ્યમાં દિવાઓ પ્રગટાવી આરાધ્યદેવ પ્રત્યે શ્રદ્ધા દર્શાવી હતી. ‘પૂથાંડુ વઝથુકલ’નો શુભ દિવસ સમગ્ર તમિલનાડુમાં ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. અહીં વસતા પરિવારોએ એ રીતે ઉજવણી કરી હતી જાણે એવું જ દ્રશ્યમાન થતું હતુ કે સમગ્ર તમિલ જ સૌરાષ્ટ્રમાં ઉભું થયું હોય.

આ પણ વાંચો Narnarayan Dev Mahotsav 2023: દ્વિશતાબ્દી મહોત્સવમાં મહાવિષ્ણુયાગ યજ્ઞ માટે ઉભી કરાઈ 200 કુંડી વૈદિક યજ્ઞશાળા

સોમનાથના તમિલ ભાઈ બહેનો સ્વાગત કરશે: અત્રે ઉલ્લેખનીય છે કે તામિલનાડુના મદુરાઈ અને ત્રિચીથી બે સ્પેશિયલ ટ્રેન સૌરાષ્ટ્ર આવવા રવાના થઈ ગઈ છે, અને તેઓ રવિવારે રાત્રે અથવા સોમવારે સવારે સોમનાથ આવી પહોંચશે. તામિલનાડુથી આવતાં મહેમાનો માટે પણ સોમનાથના તમિલ ભાઈ બહેનો અઘીરા બન્યા છે અને તેમનું ભવ્ય સ્વાગત કરવા તૈયાર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.