ETV Bharat / state

Talala Gir Forest: ગીર જંગલમાં ગેરકાયદે સિંહદર્શન કરતાં 3 ઝડપાયાં, વનવિભાગે વસૂલ્યો તગડો દંડ

author img

By

Published : Mar 23, 2022, 6:32 PM IST

તાલાલાના ગીર જંગલ (Talala Gir Forest)માં ગેરકાયદે સિંહદર્શન કરવા ગયેલાં 3 લોકોને વનવિભાગે ઝડપ્યાં હતાં. વનવિભાગે નિયમ અનુસાર 45 હજાર રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. રાત્રી દરમિયાન ગીરના જંગલમાં આંટાફેરા કરતાં આણંદના 2 અને તલાલાના એક શખ્સને ઝડપાયા હતાં.

Talala Gir Forest: તલાલા ગીર જંગલમાં ગેરકાયદેસર સિંહદર્શન કરતાં 3 ઝડપાયાં, વન વિભાગે વસૂલ્યો 45 હજારનો દંડ

ગીર સોમનાથ: તાલાલા ગીરના જંગલ (Talala Gir Forest)માં સિંહદર્શન માટે ગયેલાં આણંદના 2 અને સુરવા ગીરનો એક સ્થાનિક મળી 3 શખ્સોને વન વિભાગ (Gir Forest Department)ના સ્ટાફે રાત્રી પેટ્રોલિંગ દરમિયાન આંટાફેરા કરતા ઝડપી લીધા હતા. વન વિભાગ દ્વારા ત્રણેય શખ્સો પાસેથી નિયમોનુસાર રૂપિયા 45 હજારના દંડની વસૂલાત (Fine For Illegal Lion Show In Gir) પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Fear of lions among farmers: ગીર સોમનાથના વિઠલપુરમાં સિંહના ધામાથી ખેડૂતોમાં ભય

રાત્રી પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર સિંહ દર્શન કરતાં ઝડપ્યા- આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જિલ્લાના તાલાલા ગીર તાલુકાના સુરવા ગીર ગામ નજીક (surva gir village)ના પી.એફ.ના જંગલ વિસ્તારમાં RFO બિમલ ભટ્ટ તથા ફોરેસ્ટર સ્ટાફ્ના પી.એન.બાકુ તથા વાળાભાઈ રાત્રી પેટ્રોલિંગ (night patrolling in gir forest)માં નીકળ્યા હતા. દરમિયાન મોડી રાત્રીના સિંહદર્શન માટે પી.એફ. જંગલમાં આંટાફેરા કરતા રોહન પ્રવીણભાઈ પરીખ તથા પ્રવીણ નગીનદાસ પરીખ બંન્ને રહે. આણંદ તથા બ્લોચ આસિફ મુસ્તાક રહે. સુરવા ગીર તા.તાલાલા વાળા નજરે પડ્યા હતા.

આ પણ વાંચો: International Women's Day: 'સિંહણ' બનીને મહિલા કર્મચારીઓ ગીરના જંગલ અને હિંસક પ્રાણીઓની કરી રહી છે દેખભાળ

45 હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો- ત્રણેય શખ્સોને જંગલમાંથી પકડી પાડી જંગલમાં જવાની મંજૂરી રજૂ કરવા જણાવવામાં આવ્યું હતુ. જે તેઓ પાસેથી ન હોવાથી વન વિભાગના સ્ટાફે સિંહ દર્શન માટે જંગલમાં ઘૂસેલા ત્રણેય શખ્સો પાસેથી વન વિભાગના કાયદા મુજબ રૂપિયા 45 હજારનો દંડ વસૂલ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.