ETV Bharat / state

ઈટીવી ભારતના એહવાલને પગલે સુમો બેબીસના પરિવારની વહારે આવી સ્વૈચ્છીક સંસ્થાઓ

author img

By

Published : Apr 17, 2020, 1:57 PM IST

ઇટીવી ભારત ફરી એકવાર જરૂરિયાત અને જરૂરિયાતમંદ વચ્ચેનો સેતુ બન્યું છે. ઇટીવી ભારત દ્વારા ગીર સોમનાથના ઉના તાલુકાના વાજડી ગામના 3 સુમો બેબીના પરિવારની લોકડાઉનને કારણે દયનિય પરિસ્થિતિને લોકો અને સરકાર સમક્ષ મુકવામાં આવી હતી. જેના પગલે સરકારી તંત્ર અને અનેક સ્વૈચ્છિક સંગઠનો આ પરિવારની મદદે આવ્યા હતા. ત્યારે ન માત્ર સમાચાર પરંતુ લોકડાઉનમાં સમાજના છેવાળાના લોકોને મુખ્ય ધારામાં જોડતું માધ્યમ બનીને ઇટીવી ફરી એકવખત ઉભરી આવ્યું છે.

સુમો બેબીસના પરિવારની વહારે આવી સ્વૈચ્છીક સંસ્થાઓ

ગીર સોમનાથઃ વૈશ્વિક મહામારી કોરોનાને અટકાવવા જાહેર કરાયેલા લોકડાઉન દરમિયાન અનેક પરિવારો કફોળી પરિસ્થિતિમાં મુકાયા છે. રોજનું કમાઈ અને ખાવા વાળા લોકો બેરોજગાર બન્યા છે. એવોજ એક પરિવાર છે ગીરસોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાજડી ગામે. આ પરિવારમાં અસામાન્ય સ્થૂળતાની અનુવાંશિક બીમારી સાથે જન્મેલા 3 બાળકો છે. જેઓનો વજન ખુબજ અસામાન્ય જોવા મળે છે. ત્યારે મજૂરી કરીને એમનું ગુજરાન પૂરું પાડતા પિતા લોકડાઉનને કારણે બેરોજગાર બન્યા છે.

ઇટીવીના એહવાલને પગલે સુમો બેબીસના પરિવારની વહારે આવી સ્વૈચ્છીક સંસ્થાઓ
પરિવારની દયનિય પરિસ્થિતિ ઉપર ઇટીવી ભારતે એક વિશેષ એહવાલ પ્રકાશિત કરેલ હતો, જેને જોઈને અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ આ પરિવારની મદદે આવી છે. પરિવારને રાશનની કીટ પહોંચાડવામાં આવી રહી છે. તેમજ કોઇપણ જરૂર પડ્યે તેમની મદદ કરવા આ સંસ્થાઓએ તૈયારી બતાવી છે. ત્યારે સ્વૈચ્છિક સંસ્થા હિન્દૂ યુવા સંગઠનના કાર્યકરોએ આ પરિવારને રાશનની 2 કીટ પુરી પાડી હતી અને પરિવારની પરિસ્થિતિ અને સમસ્યાઓ સમાજની સામે લાવવા માટે ઇટીવી ભારતનો આભાર પણ માન્યો હતો.

ઇટીવી ભારત આ નાના બાળકોના મુખ ઉપરના સ્મિતને જ પોતાનો આત્મસંતોષ માને છે. અને સમાજના છેવાળાના માનવીની સમસ્યા પર પ્રકાશ પાડવા અને તેનું નિરાકરણ શોધવામાં એમની મદદ કરવા માટે કટિબદ્ધ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.