ETV Bharat / state

વેરાવળમાં માછીમારોને ડીઝલના વેટની રકમનું રીફંડ આપવા રજૂઆત

માછીમારોને ફીશીંગ અર્થે ખરીદ કરવામાં આવતા ડીઝલ ઉપરના વેટની રકમ રીફંડ નવેમ્બર-2020થી અત્યાર સુધીની બાકી હોય તે વ્હેલી તકે ચુકવવામાં આવે તે અંગે વેરાવળ ખારવા સંયુકત માછીમાર બોટ એસોસિએશન દ્વારા ફીશરીઝ વિભાગના લાગતા વળગતાઓને રજૂઆત કરી છે

વેરાવળમાં માછીમારોને ડીઝલના વેટની રકમનું રીફંડ આપવા રજૂઆત
વેરાવળમાં માછીમારોને ડીઝલના વેટની રકમનું રીફંડ આપવા રજૂઆત
author img

By

Published : May 16, 2021, 1:16 PM IST

  • ડીઝલના વેટની રકમનું રીફંડ આપવા રજૂઆત
  • જાન્યુઆરીથી માછીમારી બોટો દરિયા કિનારે લંગારી
  • ડીઝલ ઉપરના વેટની રકમ રીફંડ કરવા રજૂઆત

ગીર સોમનાથ: માછીમારોને ફીશીંગ અર્થે ખરીદ કરવામાં આવતા ડીઝલ ઉપરના વેટની રકમ રીફંડ નવેમ્બર-2020થી અત્યાર સુધીની બાકી હોય તે વ્હેલી તકે ચુકવવામાં આવે તે અંગે વેરાવળ ખારવા સંયુકત માછીમાર બોટ એસોસિએશન દ્વારા ફીશરીઝ વિભાગના લાગતા વળગતાઓને રજૂઆત કરી છે.

આ પણ વાંચો: જામનગર કે લૂંટેરે : દરિયામાં માછીમારો કરી રહ્યા છે માછલીની લૂંટ

સ્ટાફની અછત તેમજ ડેટા એન્ટ્રી ઓપરેટર સહિતની સમસ્યા

માછીમારોને ફીશીંગ બોટોના વપરાશ અર્થે ખરીદ કરવામાં આવતા ડીઝલ ઉપરના વેટની રીફંડ રકમ બાબતે સ્થાનીક ફીશરીઝ ખાતાના અધિકારીઓ સમક્ષ અનેક વખત મૌખિક તથા લેખીત રજૂઆતો કરતા આ બાબતે ગ્રાન્ટનો અભાવ તથા સ્ટાફની અછત તેમજ ડેટા એન્ટ્રી ઓપરેટર સહિતની સમસ્યાઓ હોવાનું જણાવ્યું હતું. હાલ ગ્રાન્ટના અભાવે આ રકમ ચુકવવાની બાકી હોવાનું જણાવતા વેરાવળ ખારવા સંયુકત માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ તુલસીભાઇ ગોહેલ દ્વારા લેખિત રજૂઆતમાં જણાવેલું કે, ગત વર્ષે વાવાઝોડાના કારણે તથા કોરોના સંક્રમણને અટકાવવાના ભાગરૂપે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર થતા માછીમારો ફીશીંગની સીઝન દરમિયાન ધંધા રોજગાર ગુમાવ્યા હતા. ચાલુ વર્ષની સીઝનમાં કોરોના ઇફેક્ટના કારણે માછલીના ભાવોમાં પચાસ ટકા ઘટાડો થતા જાન્યુઆરી માસથી જ મોટાભાગની ફીશીંગ બોટો કિનારે લાગરી દીધેલી અને થોડી ઘણી બોટ ચાલતી હતી. તે પણ કોરોના મહામારીની બીજી લહેરના આવવાથી લોકડાઉનના કારણે બોટો બંધ થઇ ગયેલી છે.

આ પણ વાંચો: જાફરાબાદ ફિશરીઝ વિભાગ સતર્ક, વાવાઝોડાની આગાહીના કારણે માછીમારોને બોલાવ્યાં પરત

છેલ્લી બે સીઝન માછીમારો માટે સદંતર બંધ રહી

ચાલુ વર્ષની સીઝન પુરી થવામાં છે ત્યારે ચોમાસાનો સમય કોઇ પણ પ્રકારના આવકના સ્ત્રોત વગર પ્રસાર કરવાનો હોય તેમજ છેલ્લી બે સીઝન માછીમારો માટે સદંતર બંધ રહી હોવાથી માછીમારોની આર્થિક સ્થિતી મુશ્કેલ છે અને નાણાં ભીડના કારણે ઘરેણા ગીરવે મુકી ભરણ પોષણ કરવાનો વખત આવ્યો છે. આવા કપરા સમયમાં માછીમારોને ચુકવવા પાત્ર વેટ રીફંડની રકમ નવેમ્બર-20થી માર્ચ-21 સુધીની વ્હેલી તકે ચુકવવામાં આવે તો બોટોના સમારકામ તેમજ ખલાસીઓનો હિસાબ આપી શકે તેમ રજૂઆતના અંતમાં જણાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.