સોમનાથ : સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં કેન્દ્રીય કાપડ અને ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલે આજે હાજરી આપી હતી. આ પ્રસંગે તેઓએ વર્ષ 2030માં દેશમાં નવી ટેક્સટાઇલ્સ પોલિસીનો અમલ થશે તેવી જાહેરાત સોમનાથ ખાતેથી કરી હતી. ભારતમાં ટેક્ટિકલ ટેકનોલોજીને લઈને પણ કાપડ આધારિત ઉદ્યોગોમાં નવી પહેલ કરવામાં આવશે. વર્તમાન સમયમાં ટેક્સટાઇલ્સ ઉદ્યોગમાં વિશ્વસ્તરે ભારતનું ખૂબ ઓછું યોગદાન છે, પરંતુ વર્ષ 2030માં ટેક્સટાઇલ્સ ઇન્ડસ્ટ્રીમાં પણ ભારતનું યોગદાન વિશ્વસ્તરીય હશે તેવો આશાવાદ તેમણે આજે સોમનાથ ખાતે વ્યક્ત કર્યો હતો.
વર્ષ 2030માં નવી ટેક્સટાઇલ્સ પોલિસીનો થશે : અમલ સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ ચાલી રહ્યો છે જેમાં આજે કેન્દ્રીય કાપડ અને ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલલે હાજરી આપી હતી. ગુજરાત અને તમિલનાડુના પ્રવાસીઓને સમગ્ર કાર્યક્રમને લઈને શુભકામનાઓ સાથે માધ્યમો સાથે વાત કરતા પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે વર્ષ 2030માં ભારતમાં ટેક્સટાઇલ્સ પોલીસીનો અમલ થવા જઈ રહ્યો છે.
આ પણ વાંચો ST Sangamam : સંગમની મુલાકાત લઈને પટેલે સૌરાષ્ટ્રના બંદરોના અટકેલા કામ શરૂ કરવા કરી તાકીદ
કામ શરૂ કરાયું : 2030 બાદ ભારત પણ ટેક્સટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝમાં સમગ્ર વિશ્વમાં નામના ધરાવતા દેશ તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યો હશે જેની શરૂઆત આજે સમગ્ર દેશમાં કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો રાજ્ય અને કેન્દ્ર સરકારના વિભાગો દ્વારા પણ કામ શરૂ કરાયું છે. જેને લઇને અધિકારીઓ અને ટેક્સટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો વચ્ચે બેઠકનો દોર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે જે આગામી 2030 સુધીમાં પૂર્ણ થઈ ભારત સમગ્ર વિશ્વમાં ટેક્સટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝમાં પણ મોટું નામ બનશે તેવો આશાવાદ પ્રધાન પીયૂષ ગોયલ સોમનાથ ખાતે વ્યક્ત કર્યો હતો.
નવી ટેક્ટીકલ ટેક્સટાઇલ્સ પોલિસી : કાપડ ઉદ્યોગકારો સાથે ચર્ચાઓ શરૂ આગામી દિવસોમાં સમગ્ર દેશમાં ત્રણ તબક્કાને લઈને કાપડ ઉદ્યોગમાં નવી ટેકનોલોજી અને તેનો વિસ્તાર થાય તે માટેની બેઠકો શરૂ કરી દેવામાં આવી છે. કાપડ ઉદ્યોગનો વિકાસ ટેક્સટાઇલ્સ મારફતે કઈ રીતે થઈ શકે તેને લઈને પણ ત્રણ દિવસ સુધી રાજકોટમાં કાપડ ઉદ્યોગકારો અને સરકારના અધિકારી અને પ્રધાનો વચ્ચે બેઠકોનો દોર યોજવામાં આવ્યો હતો. જેમાં પણ એક ટેક્ટીકલ ટેક્સટાઇલ્સને લઈને સમગ્ર વિશ્વની ડિમાન્ડ જોતા તેના પર કામ કરવામાં આવી રહ્યું છે હાલ ટેકટીકલ ટેક્સટાઇલ્સમાં ભારતનો હિસ્સો ખૂબ જ નગણ્ય છે. પરંતુ નવી કાપડ પોલીસીના અમલ થયા બાદ વર્ષ 2030 પછી નવી ટેક્ટીકલ ટેક્સટાઇલ્સ પોલિસીને કારણે ભારત સમગ્ર વિશ્વમાં કાપડ ઉદ્યોગમાં પણ નામના ધરાવતો દેશ બનશે.
7 પીએમ મિત્ર પાર્ક બનાવવાની દિશામાં કામ : આગામી દિવસોમાં ગુજરાતમાં સાત પ્રધાનમંત્રી મિત્ર ટેક્સટાઇલ્સ પાર્ક બનાવવાની પણ યોજના પર કામ થઈ રહ્યું છે. જે પૈકી નવસારીમાં એક પાર્ક શરૂ કરવાની દિશામાં ખૂબ જ ગંભીરતાપૂર્વક કેન્દ્ર ટેક્સટાઇલ્સ વિભાગ અને રાજ્ય સરકારના સંયુક્ત સંકલનથી આ કામ આગળ ચાલી રહ્યું છે. જેમાં કોટન ટેક્સટાઇલ્સની શૃંખલાની સાથે પ્રેક્ટીકલ ટેક્સટાઇલ્સ શૃંખલાને પણ જોડીને કોટન સાથે ટેક્ટીકલ ટેક્સટાઇલ કે જેને ટકાઉટ ટેક્સટાઇલ્સ તરીકે આજે સમગ્ર વિશ્વમાં ઓળખવામાં આવે છે. જે મોટેભાગે ગ્રીન ઉર્જા આધારિત હોય છે જેથી પ્રદૂષણનું પ્રમાણ પણ ખૂબ ઓછું જોવા મળે. આ પ્રકારના મિત્ર ટેક્ટીકલ પાર્ક દ્વારા પણ આગામી દિવસોમાં ભારતને ટેક્સટાઇલ્સ પોલિસીને લઈને કેન્દ્ર અને રાજ્યની સરકારની સાથે કેન્દ્રના બીજા વિભાગો પણ કામ કરી રહ્યા છે.