- હિન્દુ ધર્મનું પ્રસિદ્ધ યાત્રાધામ છે સોમનાથ મંદિર
- બાર જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ જ્યોતિર્લિંગ છે સોમનાથ
- સોમનાથમાં મળી આવી ત્રીજી અને ચોથી સદીની બૌધ ગુફાઓ
સોમનાથ: હિન્દુ ધર્મના પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં હવે ગૌતમ બુદ્ધના ભાવિકો પણ પ્રાચીનતાના દર્શન કરી શકશે. સોમનાથમાં હવે દેશની સહિષ્ણુતાના દર્શન પણ યાત્રીઓને થઈ શકશે. સોમનાથમાં મળી આવેલી ત્રીજી અને ચોથી સદીની બૌધ ગુફાઓમાં ટૂરિઝમ વિભાગના સહયોગથી રૂપિયા 65 લાખના ખર્ચે સુવિધાઓ ઊભી કરવામાં આવશે. જેથી લોકો હવે અહીં પૌરાણિક કાળના પણ દર્શન કરી શકશે.
સોમનાથમાં મળી આવી ત્રીજી અને ચોથી સદીની બૌધ ગુફાઓ
સોમનાથમાં ત્રિવેણી સંગમ પર જંગલ વિસ્તાર આવેલો છે અને પ્રભાસતીર્થ પૌરાણિકતા સાથે જોડાયેલું છે. અહીં ઈસુની ત્રીજી અને ચોથી સદીની પ્રાચીન પૌરાણિક બૌધ ગુફાઓ મળી આવી છે. આ ગુફાઓ પહાડ કોતરીને બનાવી હોય તેમ લાગી રહ્યું છે. બન્ને ગુફાઓની અંદર ચાર પીલર પણ કોતરાયેલા છે. પાછળના ભાગે બન્ને ગુફાઓ વચ્ચે રસ્તો પણ કોતરેલો છે.
65 લાખના ખર્ચે ગુફાનું રિનોવેશન કરાશે
હાલ તો અહીં ગાઢ અંધકારમાં ચામાચિડીયાઓએ ઘર બનાવ્યા છે. રાજ્યના ટૂરિઝમ વિભાગે રૂપિયા 65 લાખના ખર્ચે સોમનાથ ટ્રસ્ટને આ જગ્યા વિકાસ માટે ફાળવતાં હવે ટ્રસ્ટે આ ગુફાઓમાં સુવિધા ઉભી કરવા સાથે અહીં દર્શનીય સ્થળ બનાવવાનો પ્રારંભ કર્યો છે. સાથે જ અહીં કાફે અને કેન્ટીન જેવી સુવિધાઓ પણ ઉભી કરવામાં આવશે. જેથી આવનારા યાત્રીઓને વધુ સગવડતા મળી રહે.