- આજે 1લી ડિસેમ્બર એટલે કે સોમનાથ મહાદેવનો સંકલ્પ સિદ્ધ દિવસ
- વર્ષ 1995 ની 1લી ડિસેમ્બરના દિવસે વર્તમાન સોમનાથ મંદિર રાષ્ટ્રને સમર્પિત થયું
- સરદાર પટેલના ત્રણ સંકલ્પો પૈકી પ્રથમ સંકલ્પ એટલે સોમનાથ મહાદેવ મંદિરનું પુનઃ સ્થાપન
ગીર સોમનાથઃ દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનો આજે સંકલ્પ સિદ્ધ દિવસ(Somnath Mahadev's Sankalp Siddha Divas ) મનાવવામાં આવી રહ્યો છે. 1લી ડિસેમ્બર 1995ના દિવસે વર્તમાન સોમનાથ મહાદેવનું મંદિર પુનઃ નિર્માણ (Reconstruction of Somnath Mahadev Temple )થઈને તૈયાર થતાં જે તે સમયે ભારતના રાષ્ટ્રપ્રમુખ તરીકે સેવા આપતા ડૉ. શંકર દયાલ શર્માના હસ્તે નવનિર્મિત સોમનાથ મહાદેવનું મંદિર રાષ્ટ્રને સમર્પિત (Temple of Somnath Mahadev dedicated to the nation)કરવામાં આવ્યું હતું.
સોમનાથ મહાદેવના સંકલ્પ સિદ્ધ દિવસ
દર વર્ષની 1લી ડિસેમ્બરના દિવસે સોમનાથ મહાદેવના સંકલ્પ સિદ્ધ દિવસ(Somnath Mahadev's Sankalp Siddha Divas ) તરીકે મનાવવામાં આવે છે. વિધર્મીઓ દ્વારા 6 વખત સોમનાથ મહાદેવ મંદિર પર આક્રમણ કરીને મંદિરને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલ (Sardar Patel)દ્વારા સોમનાથ મહાદેવ મંદિરના પુનઃનિર્માણનો સંકલ્પ કર્યો હતો ત્યાર બાદ વર્તમાન સોમનાથ મહાદેવ મંદિર ભવ્ય અને જાજરમાન હિન્દુ સંસ્કૃતિના પ્રતીક તરીકે સમગ્ર વિશ્વમાં પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે પૂજાઈ રહ્યું છે.
છ વખત વિધર્મીઓ દ્વારા નષ્ટ કરી સોનાની લૂંટ કરવામાં આવી
છ વખત વિધર્મીઓ દ્વારા હિન્દુ ધર્મના પ્રતીક સમાન સોમનાથ મહાદેવ મંદિર પર હુમલો કરીને તેને નષ્ટ કરી સોનાની લૂંટ કરવામાં આવી હતી. છ વખત વિધર્મીઓ ની ચડાઈનું સાક્ષી બનેલુ સોમનાથ મહાદેવ મંદિર અંતે સરદાર પટેલના સંકલ્પને કારણે સાતમી વખત બનીને આજે અડીખમ જોવા મળે છે. સરદાર પટેલે તેમના જીવનકાળ દરમિયાન ત્રણ સંકલ્પો કર્યા હતા. તે પૈકીનો પ્રથમ સંકલ્પ એટલે સોમનાથ મહાદેવના મંદિરનું પુનઃનિર્માણ અને સ્થાપન સરદારના આ પ્રથમ સંકલ્પ સિદ્ધ થવાને લઈને 1951માં મંદિરના પુન નિર્માણનું કાર્ય શરૂ કરાયું હતું.
સોમનાથ મહાદેવના મંદિરના પુનઃ નિર્માણનું કામ શરૂ થયું
11મી મે 1951 ના દિવસે પ્રથમ રાષ્ટ્રપ્રમુખ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા સોમનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહીને સરદાર પટેલના પ્રથમ સંકલ્પને સિદ્ધ કરવાની દિશામાં પ્રથમ ડગ માંડ્યો હતો. ત્યારથી સોમનાથ મહાદેવના મંદિરના પુનઃ નિર્માણનું કામ શરૂ થયું જે 1લી ડિસેમ્બર 1995માં પૂર્ણ થતા પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડૉ. શંકર દયાળ શર્માના હસ્તે સરદાર પટેલના સંકલ્પ સમું અને હિંદુ ધર્મ સંસ્કૃતિનું પ્રતીક રાષ્ટ્રનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું સોમનાથ મંદિર રાષ્ટ્રને સમર્પિત થતાં જ અખંડ ભારતના સ્વપ્નદ્રષ્ટા સરદાર વલ્લભભાઇ પટેલનું પ્રથમ સંકલ્પ પણ પૂર્ણ થયો.
20મી સદીના નવ નિર્માણનું પ્રતીક એટલે સોમનાથ મહાદેવ મંદિર
1947ની 13મી નવેમ્બરે અખંડ ભારતના સ્વપ્ન દ્રષ્ટા સરદાર પટેલે સોમનાથ મહાદેવ મંદિરના પુનઃ નિર્માણ નો સંકલ્પ સંકલ્પ કર્યો હતો ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 11મી મેં 1951ના દિવસે હાજરી આપવા આવેલા પૂર્વ રાષ્ટ્રપ્રમુખ રાજેન્દ્ર પ્રસાદે સોમનાથ અંગેના પોતાના પ્રતિભાવો આપતા જણાવ્યું હતું કે 20મી સદીના નવ નિર્માણનું પ્રતીક એટલે સોમનાથ મહાદેવ મંદિર જે ભારતના સનાતન હિન્દુ ધર્મના ઇતિહાસ માટે પાયાના પત્થર સમાન બની રહેશે.
આજે પણ ધર્મની સાથે અખંડ ભારતના દર્શન
આ મંદિરનું નિર્માણ કાર્ય કરવાને લઈને કનૈયાલાલ મુનશી, કાકાસાહેબ ગાડગીલ અને જામસાહેબ દિગ્વિજય સિંહની બનેલી કમિટી દ્વારા વર્તમાન સોમનાથ મંદિરનો નકશો તૈયાર કર્યો હતો અને ત્યાર બાદ સોમનાથ ટ્રસ્ટની સ્થાપના પણ કરવામાં આવી હતી. વર્ષે 1951 ની 11મી મેના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થયા બાદ 1995ની 1લી ડિસેમ્બરના દિવસે મંદિર અખંડ ભારતના સ્વપ્ન સમાન જાજરમાન બની રહ્યું છે. સોમનાથ મહાદેવ મંદિર આજે પણ સમગ્ર વિશ્વમાં વસતા સનાતન હિન્દૂ ધર્મમાં આસ્થા દરવાવનાર પ્રત્યેક વ્યક્તિઓ માટે આજે પણ ધર્મની સાથે અખંડ ભારતના દર્શન કરાવી જાય છે.
આ પણ વાંચોઃ Gram Panchayat elections 2021: દાંતા તાલુકામાં 48 ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન આગામી 19 ડિસેમ્બરે યોજાશે
આ પણ વાંચોઃ Navsari Rape case: ખેરગામની 14 વર્ષીય તરૂણીને ધમકાવી વિધર્મી યુવાને આચર્યુ દુષ્કર્મ