ETV Bharat / state

Somnath Police : પોલીસનો અમાનવીય ચહેરો આવ્યો સામે નાના વેપારીને માર્યો ઢોર માર, જૂઓ વિડીયો

સોમનાથ પોલીસ કર્મીનો એક વેપારીને માર મારતાનો વિડીયો વાયરલ થયો છે. ભોગ બનેલા વેપારી પોલીસ મથકમાં આ પોલીસ કર્મી વિરુદ્ધ અરજી કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. (Somnath police businessman beat)

Somnath Police : પોલીસનો અમાનવીય ચહેરો આવ્યો સામે નાના વેપારીને માર્યો ઢોર માર, જૂઓ વિડીયો
Somnath Police : પોલીસનો અમાનવીય ચહેરો આવ્યો સામે નાના વેપારીને માર્યો ઢોર માર, જૂઓ વિડીયો
author img

By

Published : Feb 3, 2023, 4:01 PM IST

સોમનાથ પોલીસનો અમાનવીય ચહેરો આવ્યો સામે નાના વેપારીને માર્યો ઢોર માર

સોમનાથ : પોલીસનો અમાનવીય ચહેરો સામે આવ્યો છે. ગત 31 તારીખની રાત્રિના સમયે નાના વેપારીને ઢોર માર મારતા પોલીસ મારમાં ઈજાગ્રસ્ત થયેલા ચના પરમારે પ્રભાસ પાટણ પોલીસ મથકમાં પોલીસ જવાન વિરુદ્ધ અરજી આપીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસ મારનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે વાતુએ વેગ પકડ્યો છે.

સોમનાથ પોલીસના અ માનવીય ચહેરો : ગીર સોમનાથ પોલીસનો અ માનવીય ચહેરો સામે આવ્યો છે. ગત 31મી તારીખના દિવસે નાનો વેપારી તેમની દુકાન બંધ કરીને જઈ રહ્યો હતો. આ સમય દરમિયાન પોલીસ જવાને ચના પરમાર નામના દુકાનદારને ઢોર માર મારતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસના મારને લઈને વેપારીએ પોલીસ જવાન વિરુદ્ધ પ્રભાસ પાટણ પોલીસ મથકમાં અરજી આપી છે. આ પોલીસ કર્મી વિરુદ્ધ અરજી આપીને આકરી કાર્યવાહી થાય તેવી માંગ કરી છે. સમગ્ર મારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ પણ વાંચો : Vadodara Crime : વડોદરામાં લાખોની મતા ઘડીકમાં ચોરાઈ ગઇ, નાનકડી ભૂલે મોટું નુકસાન કરાવ્યું

પોલીસની હરકતથી વેપારીઓમાં રોષ : સમગ્ર મામલામાં હવે નાના વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જેવી રીતે પોલીસ જવાન નિર્દોષ વેપારીને રાત્રિના સમયે ગુનેગારની માફક માર મારી રહ્યો છે. તેને લઈને વેપારીઓમાં પણ હવે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ જવાન વિરુદ્ધ આકરી કાર્યવાહી થાય તેવી માંગ પણ થઈ રહી છે. પોલીસ મારમાં ઈજાગ્રસ્ત થયેલા યુવાનને હાલ પ્રભાસ પાટણ આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે રાખવામાં આવ્યો છે, પરંતુ જે રીતે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તેને જોતા મામલો વધુ લાંબો ચાલશે તેવી શક્યતાને પણ નકારી શકાતી નથી.

આ પણ વાંચો : Surat Police : ખોરડાનો અનોખો ખાખીધારી, 16 કિલોમીટર સાયકલ ચલાવીને જાય છે ફરજ પર

પોલીસ કંઈ પણ કહેવા તૈયાર નથી : હાલ તો પોલીસ સમગ્ર મામલામાં કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહી છે, પરંતુ પોલીસના મારનો ભોગ બનેલો યુવાન વેપારી ચના પરમાર પોલીસ જવાન વિરુદ્ધ આક્ષેપો કરી રહ્યો છે, જેને લઈને સમગ્ર મામલામાં તપાસ થાય તે પણ ખૂબ જરૂરી છે. ત્યારે હવે જોવું રહ્યું કે કેટલા સમયમાં આ સમગ્ર મામલોનો નિકાલ બહાર આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.