ETV Bharat / state

સોમનાથમાં થશે શિવ અને શક્તિનું મિલન, 21 કરોડના ખર્ચે બનશે શ્વેત આરસનું પાર્વતી મંદિર

હરિ અને હરની ભૂમિ ગણાતા સોમનાથ તીર્થમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. તાજેતરમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા અપાયેલી માહિતી અનુસાર સોમનાથ મંદિરની સમીપે પાર્વતી માતાનું શ્વેત આરસનું 21 કરોડના ખર્ચે ભવ્ય મંદિર નિર્માણ કરવામાં આવશે. ટ્રસ્ટના દિવંગત ચેરમેન કેશુભાઈ પટેલ દ્વારા આ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં શ્રીકૃષ્ણ અને સોમનાથ મહાદેવના આ હરિહર તીર્થમાં શિવ અને શક્તિનું આરાધના ધામ બનાવવાનો નિર્ણય લેવાયો હતો.

સોમનાથમાં થશે શિવ અને શક્તિનું મિલન, 21 કરોડના ખર્ચે બનશે શ્વેત આરસનું પાર્વતી મંદિર
સોમનાથમાં થશે શિવ અને શક્તિનું મિલન, 21 કરોડના ખર્ચે બનશે શ્વેત આરસનું પાર્વતી મંદિર
author img

By

Published : Nov 5, 2020, 4:17 PM IST

  • સોમનાથમાં થશે શિવ અને શક્તિનું મિલન
  • 21 કરોડના ખર્ચે બનાવાશે માતા પાર્વતીનું મંદિર
  • શ્વેત આરસથી બનાવાશે ભવ્ય પાર્વતી મંદિર

સોમનાથઃ સોમનાથ તીર્થ ધામમાં ભાવિકો માટે વધુ એક દર્શનીય સ્થળનો ઊમેરો કરવામાં આવશે. સોમનાથ મંદિર પરિસરમાં ભવ્ય શક્તિપીઠ પાર્વતી મંદિરનું નિર્માણ કરવામાં આવશે. આ મંદિર રૂપિયા 21 કરોડના ખર્ચે બનાવવાનો નિર્ણય સોમનાથ ટ્રસ્ટે લીધો છે.

ટ્રસ્ટના દિવંગત ચેરમેન કેશુભાઈ પટેલ દ્વારા આ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હતો.
શા માટે બનાવવામાં આવી રહ્યું છે પાર્વતી મંદિર?

સોમનાથ હરિ અને હરની ભૂમિ તરીકે ઓળખાય છે. અહીં ભગવાન સોમનાથ સાથે ગૌલોકધામ ખાતે ભગવાન ક્રૃષ્ણ નિજધામ ગયાં તે મંદિર છે. તો તાજેતરમાં ભવ્ય રામમંદિર પણ બન્યું, પરંતુ અહીં માતાનું ભવ્યતાપૂર્ણ મંદિર નહોતું. જેથી સોમનાથ ટ્રસ્ટે તાજેતરમાં સોમનાથ મંદિર પરિસરમાં જ પાર્વતી માતાજીનું મંદિર બનાવવાનો નિર્ણય લીધો છે.

મંદિર બનવાના સમાચારથી શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ

રૂપિયા 21 કરોડના ખર્ચથી સફેદ માર્બલનું ભવ્ય શક્તિપીઠ સમું પાર્વતી માતાજીનું મંદિર બનાવવાનો સોમનાથ ટ્રસ્ટે નિર્ણય લીધો છે. આ નિર્ણયથી માઈભક્તોમાં ભારે આનંદની લાગણી છવાઈ છે, ત્યારે સોમનાથ શિવ અને શક્તિની ઉપાસના એકસાથે થઈ શકશે. આ નિર્ણયથી શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ છવાયો છે. દિવંગત ચેરમેન કેશુભાઈ પટેલના આ નિર્ણય બદલ લોકો તેમને યાદ કરીને સન્માન આપી રહ્યાં છે, ત્યારે સોમનાથ તીર્થમાં આવનારા ભાવિકોને હવે શક્તિપીઠમાં માતા પાર્વતીજીના દર્શન કરવાનો ધન્ય અવસર મળશે. સોમનાથ તીર્થમાં અનેક વિકાસકાર્યો ધમધમી રહ્યાં છે. જેમાં પાર્વતી મંદિરનો પણ ઊમેરો થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.