ETV Bharat / state

Somnath Amrutdhara Mahotsav: સોમનાથમાં પાંચ દિવસનો અમૃતધારા સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો - Somnath Mahadev

સોમનાથ સાંનિધ્યે પાંચ દિવસીય અમૃતધારા સાંસ્કૃતિક મહોત્સવનો પ્રારંભ (Somnath Amrutdhara Mahotsav)કરાવવામાં આવ્યો છે. અમૃતધારા ઉત્સવના પ્રારંભિક પ્રથમ દિવસે મણિપુરના ભૂમેશ્વર સહિં અને તેમના ગ્રુપ દ્વારા તેમના પારંપરિક વાદ્ય પુંગ દ્વારા પુંગચોલોમ અને ઠોલ ચોલોમ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.

Somnath Amrutdhara Mahotsav: સોમનાથમાં પાંચ દિવસનો અમૃતધારા સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો

author img

By

Published : Mar 29, 2022, 4:12 PM IST

સોમનાથઃ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ ચોપાટીમાં કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક વિભાગ હેઠળની સ્વાયત્ત સંસ્થા સંગીત અને નાટ્ય કલા એકેડમી દિલ્હી દ્વારા આયોજિત અમૃતધારા મહોત્સવનો સોમનાથ (Somnath Amrutdhara Mahotsav)ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમાર દ્વારા દીપ પ્રજ્વલિત કરીને પ્રારંભ કર્યો હતો. આ તકે વેરાવળ નગરપાલિકા પ્રમુખ પિયુષ ફોફંડી, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, ચીફ ઓફિસર ચેતન ડુડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવમાં કેરળના 300 વર્ષ પુરાણીક મનાતા વાદ્ય ચન્ડામેલમ વાદ્ય(Chandamelam instrument)દ્વારા કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. ત્યાર બાદ એક પછી એક ઉત્કૃષ્ટ લોકકલાઓ કલાકારો દ્વારા પ્રદર્શીત કરાઈ હતી.

અમૃતધારા સાંસ્કૃતિક મહોત્સવ

અમૃતધારા સાંસ્કૃતિક મહોત્સવ - અમૃતધારા ઉત્સવના પ્રારંભિક પ્રથમ દિવસે મણિપુરના ભૂમેશ્વર સહિં અને તેમના ગ્રુપ દ્વારા તેમના પારંપરિક વાદ્ય પુંગ દ્વારા પુંગચોલોમ અને ઠોલ ચોલોમ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશના દેવાસના કલાકાર( Academy of Music and Drama)કાલુરામ બામન્યા અને તેમના કલા વૃંદ દ્વારા કબીરના નિર્ગુણી ભજનની રંગત જામી હતી. જેમણે સૌ ઉપસ્થિત શ્રોતાઓને અભિભૂત કર્યા હતા. ઉપરાંત ઉત્તર પ્રદેશ રાયબરેલીથી આવેલા શીલુસિંહ રાજપૂત અને તેમના ગ્રુપ દ્વારા વીરાંગના રાણી લક્ષ્મીબાઈના જીવન વિશે ઉત્તરપ્રદેશનું લોક ગાયન આલ્હા ગાયન પ્રસ્તુત કર્યું હતુ.

આ પણ વાંચોઃ Somnath મંદિરે ટૂંક સમયમાં ભાવિકો સ્વહસ્તે જ કરી શકશે ધ્વજારોહણ

ભારતની લોકસંસ્કૃતિ લોકોને જોવા મળી - રામનગરમના શિવ મધુ અને તેમનો સમૂહ દ્વારા પૂજા કુનિથા નૃત્ય પ્રસ્તુત કર્યું હતુ તેમજ અમદાવાદના રેમા શ્રીકાંત અને તેમનુ ગ્રુપ દ્વારા ભરતનાટ્યમ્, હૈદરાબાદના અમૃતા સીલ દ્વારા કૂચીપુડી, ભુવનેશ્વરના રુદ્રાક્ષ ફાઉન્ડેશન દ્વારા ઓડિસી નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા. સોમનાથના સાનિધ્યમાં એક જ મંચ પર સમગ્ર ભારતની લોકસંસ્કૃતિ લોકોને જોવા મળી હતી. ત્યારે આ કાર્યક્રમ 30 માર્ચ સુધી પ્રતિદિન સાંજના 5:30 થી 9:30 સુધી સોમનાથ ચોપાટી ખાતે યોજાશે જેનો લાભ લેવા જાહેર જનતાને અપીલ પણ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Maha Shivaratri 2022: સોમનાથ મંદિરમાં ચાર પ્રહરની પૂજા, 42 કલાક ભક્તો માટે દર્શન ખુલ્લા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.