ગીરસોમનાથઃ રાજ્યભરમાં સંસ્કૃત અને સંસ્કૃતિની જ્યોત પ્રજ્વલીત રાખનાર સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે મંગળવારના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો. સાથે કુલ 13.78 કરોડના ખર્ચથી બનાવા જઈ રહેલા બે ભવનો જેમાં 1 અતીથી ભવન અને 2-ગ્રંથાલયનો શિલાન્યાસ પણ કરાયો હતો. મંગળવાર સંસક્રૃતમાં શાસ્ત્રી-આચાર્ય-શિક્ષાશાસ્ત્રી-અને વીધ્યાવાચસ્પતી (પીએચડી) સહીત 870 છાત્રોને સન્માનીત કરાયા હતા.
પોતાના પ્રવચનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સંસ્કૃત ભાષાને વિશ્વકલ્યાણની ભાષા ગણાવી કહ્યું હતું કે, આપણી આ ભાષામાં જ વસુધૈવ કુટુંબકમની ભાવના સમાયેલી છે, જે સમગ્ર વીશ્વ અને માનવ કલ્યાણની આપણી સંસ્કૃતિ અને આપણી સંસ્કૃત ભાષા છે, ત્યારે આ યુનીવર્સીટીમાં આવી મને બહુ પ્રસન્નતા મળી છે.