સોમનાથ આગામી 25મી તારીખ અને મંગળવારના દિવસે ખગ્રાસ સૂર્યગ્રહણ ( Solar eclipse on 25 October ) હોવાને કારણે સવારના 06 વાગ્યાથી શરૂ કરીને સાંજના 6:30 વાગ્યા સુધી સોમનાથ મંદિર ( Somnath Mahadev Temple ) ની તમામ ધાર્મિક વિધિ બંધ રાખવાનો નિર્ણય સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. ગ્રહણના દિવસે સોમનાથ મહાદેવની પ્રાતઃ પૂજા બાદ થતી મહાપૂજા અને આરતી મધ્યાહન મહાપૂજાની સાથે આરતી ગંગાજળ અભિષેક બિલ્વ પૂજા સોમેશ્વર મહાપૂજા નૂતન ધ્વજા રોહણ અને યજ્ઞ સહિતની તમામ ધાર્મિક વિધિ ખગ્રાસ સૂર્યગ્રહણ હોવાને કારણે બંધ રખાશે. ગ્રહણના મોક્ષ બાદ ફરી એક વખત સોમેશ્વર મહાદેવની ધાર્મિક વિધિ મંદિર ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવશે.
સાંજે 06:30 વાગ્યાથી ધાર્મિક વિધિ પૂર્વવત થશે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરે ખગ્રાસ સૂર્યગ્રહણના દિવસે ધાર્મિક વિધિ સાંજના 06:30 વાગ્યા સુધી બંધ ( Somnath Mahadev Temple Religious Rituals Stop ) રાખવાને લઈને જણાવ્યું હતું કે સાંજે 6:30 કલાક બાદ ગ્રહણના મોક્ષ થયા પછી 07:30 કલાકે સોમેશ્વર મહાદેવની સાયં આરતી કરવામાં આવશે. ત્યાર બાદની તમામ ધાર્મિક પૂજા અને દર્શન વિધિ રાત્રિના દસ કલાક સુધી રાખવામાં આવશે.
ધાર્મિક વિધિઓ સ્થગિત રાતે 10 કલાક બાદ સોમનાથ મંદિર ( Somnath Mahadev Temple )બંધ રાખવામાં આવશે. જે બીજે દિવસે સવારે ધાર્મિક વિધિ અને મહાપૂજા માટે પૂર્વવત કરવામાં આવશે. સૂર્યગ્રહણના દિવસે સવાર ના 6 વાગ્યાથી રાત્રિના દસ વાગ્યા સુધી તમામ ભક્તો સોમેશ્વર મહાદેવના માત્ર દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થા સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. પરંતુ ગ્રહણ ( Solar eclipse on 25 October )ના સમય દરમિયાન સવારના 6 થી સાંજના 6:30 કલાક સુધી મહાપૂજા, મહા આરતી. બિલ્વ પૂજા, સોમેશ્વર મહાપૂજા મહાયજ્ઞ અને નૂતન ધ્વજારોહણ જેવા તમામ ધાર્મિક કાર્યક્રમો બંધ ( Somnath Mahadev Temple Religious Rituals Stop ) રાખવામાં આવ્યા છે.