- નવાબંદર ખાતે પવન ફુંકાતા માછીમારોની 10 જેટલી બોટો પાણીમાં ગરકાવ થઇ
- હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી
- હેલીકોપ્ટરની મદદ લઇ રેસ્કયુ હાથ ઘરી 4 ને બચાવી લેવાયા
ઉના: રાજયમાં હવામન વિભાગે કરેલી આગાહી(Rainfall forecast in Gujarat) મુજબ છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટાની સાથે વરસાદી માહોલ અને ઠંડક વાળુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાતાવરણમાં પલટાની સાથે ગત મોડી રાત્રી દરમિયાન ગીર સોમનાથ જીલ્લાના ઉનાના નવાબંદરના દરીયામાં ભારે તોફાની પવન ફુંકાવવાની સાથે મોજા ઉછળવાનું શરૂ થઇ ગયા હતાં. જેમાં નવાબંદરના દરીયાકાંઠે અનેક ફીશીંગ બોટો પૈકી 10 જેટલી બોટોને ભારે નુકસાન થતા દરીયામાં(10 fishermen's boats Missing) ડુબી ગઇ હતી તેમજ બોટોની સાથે 12 જેટલા ખલાસીઓ ગુમ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત 40 જેટલી બોટોને નાનુ-મોટુ નુકસાન થયાની વિગતો પણ સામે આવી રહી છે. લાપતા થયેલ ખલાસીઓને શોઘવા હેલીકોપ્ટર વડે રેસ્કયુ હાથ ધરી ચાર ખલાસીઓને સલામત રીતે બચાવી લેવાયા હતા અને બાકીના ખલાસીઓની શોધખોળ હજુ પણ ચાલું છે.
હેલીકોપ્ટરની મદદ લઇ રેસ્કયુ હાથ ઘરી 4 ને બચાવી લેવાયા
આ અંગે ઉનાના પ્રાંત અઘિકારી જે.જે.રાવલના જણાવ્યા મુજબ ભારે પવનના કારણે નવાબંદરમાં થયેલ નુકસાનનાં કારણે અનેક બોટોમાં ભારે નકસાન જોવા મળ્યું હતું અનેક માછીમારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા જેમને બચાવવા માટે કોસ્ટગાર્ડ, મરીન પોલીસ અને માછીમાર સમાજના લોકોને સાથે રાખી હેલીકોપ્ટરની મદદ રેસ્કયુ ઓપરેશન હાથ ઘરવામાં આવેલ હતું. લાપતા બનેલા માછીમારે પૈકી 4ને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતાં તેમજ બાકીના લાપતા ખલાસીઓની શોઘખોળ ચાલુ છે. દરિયામાં લાપતા બનેલ ખલાસીઓને શોધવા તંત્રએ કોસ્ટગાર્ડ અને નેવીની મદદ લીધી છે. હાલ કોસ્ટગાર્ડનું 1 હેલિકોપ્ટર અને નેવીનું 1 પ્લેન દ્વારા નવાબંદરની આસપાસના દરીયામાં શોધખોળ હાથ ધરી છે.
આ પણ વાંચો : Weather Update: દ્વારકા જિલ્લાના માછીમારોને ચાર દિવસ દરિયો ન ખેડવા અપાઈ સૂચના, જાણો કેમ?
આ પણ વાંચો : ભારે પવન સાથે પડેલા વરસાદમાં અમદાવાદ એરપોર્ટ પર 5 જેટલા પ્લેનને નુક્સાન