- ગોરખમઢી ગામમાં એક જ દિવસમાં સાત લોકોના મૃત્યુ
- સાતમાંથી માત્ર 2 લોકોએ કોરોના રિપોર્ટ કરાવ્યા હતા
- આરોગ્ય વિભાગને જાણ કરી આરોગ્યલક્ષી યોગ્ય કાર્યવાહીની માંગ
ગીર-સોમનાથ : જિલ્લામાં વેરાવળથી 35 કિ.મી.ના અંતરે આવેલા સુત્રાપાડા તાલુકાનાં ગોરખમઢી ગામે એક જ દિવસમાં સાત લોકોના મૃત્યુ થતાં અફડાતફડીનો માહોલ સર્જાયો છે. આ ગંભીર મામલે જિલ્લા પંચાયતના સદસ્ય બાબુ પરમારે જણાવ્યું કે, ગોરખમઢી ગામે 24 કલાકમાં સાત લોકોનાં મોત થયા છે. જેમાં માત્ર બે લોકોએ જ કોવિડ રિપોર્ટ કરાવ્યો હતો. પરંતુ એક સાથે સાત સાત લોકોના મોતથી ગામ સ્તબ્ધ બન્યું છે.
આ પણ વાંચો : જેતપુરમાં 19 દિવસમાં કોરોનાથી મૃત્યુ પામેલા 21 મૃતદેહની અંતિમવિધિ થઈ
આ પણ વાંચો : ભાવનગરના કો મોરબીડમાં કોરોનાથી મૃત્યુ વધતા સ્મશાનમાં વેઈટિંગ
ભયંકર સ્થિતિ મામલે વહીવટી તંત્ર અજાણ હોવાનું જણાય
ગ્રામજનોના કહેવા પ્રમાણે શહેરી વિસ્તારની હોસ્પિટલમાં કયાંય જગ્યા ખાલી નહિ હોવાથી વાત પ્રસરી છે. એટલે ગ્રામીણ લોકો ઘરમાં જ બિમાર સભ્યોની પોતાની રીતે સારવાર કરી રહ્યા છે. પરિણામે અત્યારે ગંભીર સ્થિતિ નિર્માણ પામી છે. આ ભયંકર સ્થિતિ મામલે વહીવટી તંત્ર અજાણ હોવાનું જાણવા મળે છે. ત્યારે જિલ્લા પંચાયતના સદસ્ય બાબુ પરમાર દ્વારા જિલ્લાના આરોગ્ય વિભાગને જાણ કરી આરોગ્યલક્ષી યોગ્ય કાર્યવાહી માટે વિનંતી કરી છે.