જૂનાગઢ/સોમનાથઃ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમની આજે વિધિવત રીતે પૂર્ણાહુતિ થઈ છે ત્યારે સોમનાથ સાથે જોડાયેલો સૌરાષ્ટ્રીયન તમિલો નો 1001 વર્ષનો ઇતિહાસ રેશમના પાના પર સચિત્ર દસ્તાવેજ ના રૂપમાં અંકિત કરવામાં આવ્યો છે. આ 32 પાનાની આ પુસ્તિકા શુદ્ધ રેશમમાંથી બનાવવામાં આવી છે. જેનું નિર્માણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરાવવામાં આવ્યું છે. જે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોને આ પુસ્તિકા ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ STSangamam Concludes : પદ્મશ્રી હીરબાઈ લોબીએ પીએમ મોદી સમક્ષ રાખી તમિલ સૌરાષ્ટ્ર સંગમની વાત
સોમનાથનો સુવર્ણ ઇતિહાસ: સોમનાથ ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમની ચિરંજીવી યાદ જળવાઈ રહે તે માટે શુદ્ધ રેશમમાંથી 32 પાનાની વિશેષ પુસ્તિકા પ્રસિદ્ધ કરાઈ છે. જેમાં 1001 વર્ષનો સોમનાથનો સુવર્ણ ઈતીહાસ અને તેના સ્થાપત્યને ફરી એક વખત જીવંત કરવાનો પ્રયાસ કરાયો છે. આ પુસ્તિકા મા સોમનાથની ગાથા પણ સચિત્રરૂપે વર્ણવવામાં આવી છે. ઈસવીસન 1022 થી લઈને 2023 સુધીનો વિસર્જન અને સર્જનની જે ગાથા સોમનાથના ઈતિહાસ સાથે જોડાયેલી છે.
ભેટરૂપે અપાઈ હતીઃ આ 32 પાનાના પુસ્તકમાં આવરી લેવામાં આવી છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં સામેલ થવા માટે આવેલા તમામ મહાનુભાવોને આ પુસ્તિકા સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભેટ રૂપે અર્પણ કરવામાં આવી છે. સોમનાથમાં યોજાયેલા સૌરાષ્ટ્ર-તમિલ સંગમમની પૂર્ણાહુત થઈ હતી. જેમાં વડાપ્રધાન મોદી વિડિયો કોન્ફરન્સથી ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મુખ્યપ્રધાને ખાસ સંબોધન કર્યું હતું.
આ પણ વાંચોઃ ST Sangamam : તમિલ સંગમ કાર્યક્રમમાં આવેલા જયાએ કેનવાસ પર PM મોદીને કંડાર્યા
વડાપ્રધાન મોદીનું સંબોધનઃ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, સોમનાથની ધરતી પર ભગવાન સોમનાથ અને રામનાથ રૂપમાં શિવની ઉપસનાનો આ ઉત્સવ છે. ભારત વિવિધતાને વિશેષતા તરીકે જુએ છે. સંસ્કૃતિઓના સઘર્ષની નહીં પણ સંગમની આવશ્યતા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ કે, તમિલનાડું-ગુજરાત સૌરાષ્ટ્ર વચ્ચે સદીઓ જૂના સંબંધો ઉજાગર થવાની એક ભારત-શ્રેષ્ઠ ભારતની સંસ્કૃતિથી રાષ્ટ્રીય એકતા ચરીતાર્થ થાય છે. તમિલનાડું અને ગુજરાત વચ્ચેના આ સંબોધો વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આ કામ સાકાર થયું છે.