ETV Bharat / state

Saurashtra Tamil Sangamam: સૌરાષ્ટ્ર-તમિલ સંગમનો આરંભ, રાષ્ટ્રીય નેતાઓ રહ્યા હાજર - સૌરાષ્ટ્ર તમિલનાડુની સંસ્કૃતિના મિલનનો કાર્યક્રમ

સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનું વિધિવત રીતે રક્ષાપ્રધાન રાજનાથ સિંહ અને પોડીચેરીના ગવર્નર તમિલીસાઈન સોદરાજને ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ પ્રધાનો એ કાર્યક્રમમાં હાજરી આપીને હજાર વર્ષ બાદ બે સંસ્કૃતિના થઈ રહેલા મિલનને આવકાર્યો હતો.

3
v
author img

By

Published : Apr 17, 2023, 10:29 PM IST

સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનો વિધિવત રીતે આરંભ

સોમનાથ: આજથી પ્રભાસતીર્થ ક્ષેત્રની પવિત્ર ભૂમિ સોમનાથને આંગણે અને મહાદેવ સોમેશ્વરની નિશ્રામાં 1000 વર્ષ બાદ સૌરાષ્ટ્ર અને તમિલનાડુની સંસ્કૃતિના મિલનનો ભવ્ય કાર્યક્રમ સોમનાથ ખાતે શરૂ થયો છે. જેનું ઉદ્ઘાટન રક્ષા પ્રધાન રાજનાથ સિંહ અને પૂંડુચેરીના ગવર્નર તમિલીસાઈન સોદરાજને કર્યું હતું. જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ કેન્દ્રીય, આરોગ્ય પ્રધાન મનસુખભાઈ માંડવીયા અને રાજ્ય અને કેન્દ્ર સરકારના વરિષ્ઠ પ્રધાનો હાજર રહ્યા હતા.

રાજનાથ સિંહ અને પોડીચેરીના ગવર્નર તમિલીસાઈન સોદરાજને ઉદ્ઘાટન કર્યું

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનો પ્રારંભ: દસ દિવસ સુધી વિવિધ આયોજનો દ્વારા સૌરાષ્ટ્ર અને તમિલનાડુની ધાર્મિક પારિવારિક સાંસ્કૃતિક અને રાજકીય તેમજ વેપાર વણેજની સાથે શૈક્ષણિક ક્ષેત્રમાં આદાન-પ્રદાન કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં તમિલનાડુથી આવેલા 3000 જેટલા મૂળ સૌરાષ્ટ્રના પરંતુ હાલ તમિલનાડુમાં રહેતા પ્રવાસીઓએ ભાગ લીધો હતો.

આ પણ વાંચો: Saurashtra Tamil Sangamam : સોમનાથના આંગણે તમિલ પ્રવાસીઓએ પગ મુકતા જ ગરબાના તાલે ઝૂમ્યા

વૈદિક મંત્રોચ્ચાર સાથે સ્વાગત: ઢોલ નગારાના તાલે કુમકુમ તિલક કરી મૂળ સૌરાષ્ટ્રના તમિલિયન લોકોનું કાઠીયાવાડી પરંપરા મુજબ પુષ્પગુચ્છ આપી અને હાર પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તમિલનાડુથી આવેલા લોકોને લાલ જાજમ પર સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના 40 વિદ્યાર્થીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે આવકારવામાં આવ્યા હતા.

માં તમિલનાડુથી આવેલા 3000 જેટલા મૂળ સૌરાષ્ટ્રના પરંતુ હાલ તમિલનાડુમાં રહેતા પ્રવાસીઓએ ભાગ લીધો

આ પણ વાંચો: Gandhinagar : ગુજરાત સરકારના પ્રધાનોને સૂચના, વચેટીયાઓ અને વારંવાર ધક્કા ખાતા અરજદાર વિશે મહત્ત્વના ખબર

રામ મંદિર હિન્દુ વિરોધીઓના ગાલ પર તમાચા સમાન: આજના કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે રક્ષા પ્રધાન રાજનાથ સિંહે રામ મંદિર હિન્દુ વિરોધીઓના ગાલ પર તમાચા સમાન જણાવ્યું હતું. વધુમાં તેમને જણાવ્યું હતું કે રામ મંદિરના ઉદ્ઘાટનમાં સમગ્ર દેશના લોકોને નિમંત્રણ આપવામા આવશે. મદુરાઈનો જે વિકાસ થઈ રહ્યો છે તે મૂળ સૌરાષ્ટ્રના તમિલિયનોને આભારી છે. જે રીત વિધર્મીઓ આક્રમણથી સોમનાથ મંદિરને તોડવામાં સફળ રહ્યા હતા પરંતુ ભારતની ધાર્મિક સંસ્કૃતિને તેઓ તોડી શક્યા નથી. જેનું દ્રષ્ટાંત આજનો કાર્યક્રમ પૂરું પાડે છે. આજે ઈશ્વરની અનુભુતીની વચ્ચે હજાર વર્ષ બાદ ફરી એક વખત બે રાજ્યોની ધાર્મિક સંસ્કૃતીનું મિલન થવા જઈ રહ્યું છે. રાજનાથ સિંહે રાહુલ ગાંધીના નામ લીધા વગર ભારત જોડો યાત્રા પર ટોણો પણ માર્યો હતો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.