- વેરાવળની સગીરાને ભગાડી જનાર 24 વર્ષીય યુવકને દ્રારકામાંથી ઝડપી લેવાયો
- પોલીસની ટીમએ દ્રારકામાં બાર કલાક સુઘી સીસીટીવી ફૂટેજો ચકાસ્યા બાદ યુવકનો પતો મળ્યો
- ચાર દિવસની પોલીસની દોડઘામ બાદ ટેકનીકલ-હ્યુમન સર્વેલન્સની માહિતીના આઘારે દ્રારકાથી બન્ને ઝડપી લેવાયા
ગીર-સોમનાથઃ વેરાવળની(Veraval Kidnapping Crime)) સગીરાને ગોરખમઢી ગામનો એક 24 વર્ષીય યુવાન લગ્ન કરવાની લાલચ આપી અપહરણ(Veraval Crime) કરીને ભગાડી ગયો હતો. જે અંગે સગીરાના વાલીએ પોલીસ ફરીયાદ(crime News Veraval) નોંધાવી હતી. પોલીસએ તપાસ હાથ ઘરતા ચોકાવનારો ઘટસ્ફોટ થયો છે. જેમાં બન્ને વચ્ચે ઘણા સમયથી પ્રેમસંબંઘ(Love affair) હોવાથી ભગાડી ગયોનું સામે આવ્યું હતું. પોલીસ પકડથી બચવા માટે યુવકએ ભગાડી ગયો તે જ દિવસથી પોતાનો મોબાઇલ સ્વીચ ઓફ કરી જુદા-જુદા શહેરોમાં ફરતો રહેતો હતો. જ્યારે યુવક-યુવતી બન્ને દ્રારકા હોવાની જાણ થતાંં ટેકનીકલ અને હ્યુમન સર્વેલન્ય(Technical and Human Surveillance) સતત વોચના રાખી રહ્યું હતું. અને અંતે મળતી માહિતીના આઘારે બન્નેને દ્રારકાથી વેરાવળ પોલીસની ટીમએ ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ઘરી હતી.
સગીરાને લગ્ન કરવાની લાલચ આપી રફુચક્કર
વેરાવળ રહેવા આવેલા એક પરીવારની સગીર વયની દિકરીને પાંચ દિવસ પૂર્વે 14મી ના રોજ ગોરખમઢી ગામનો 24 વર્ષીય યુવાન વિપુલ કરશન ચુડાસમાં લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી હતી. આ ઘટના સગીરાના વાલીને જાણ થતા સગીરાના વાલીએે પોલીસ ફરીયાદ(Kidnapping Crime) નોંઘાવી હતી. જે વિગતના આઘારે પોલીસે આરોપી યુવક વિપુલ સામે IPC(Indian Penal Code) કલમ-363, 366, પોકસો અઘિનિયમની કલમ 18 મુજબ ગુનો નોંઘી PI પરમારના સુપરવિઝનમાં પ્રદિપ ખેર, મયુર વાજા, રોહિત ઝાલા, ગીરીશભાઇ, નયન સહિતના સ્ટાફની જુદી-જુદી ટીમો બનાવી બન્નેની શોઘખોળ હાથ ઘરી હતી.
સીટી પીઆઇ ડીડી પોલિસનું નિવેદન..
શહેર PI(Veraval city PI) ડીડી પરમારએ જણાવ્યું હતું કે, આરોપી યુવક વિપુલ કરશન ચુડાસમા મજૂરી કરે છે અને તેને સગીરા સાથે પ્રેમસંબંઘ જેવુ હોવાથી ગત 14મી નવેમ્બરના રોજ વેરાવળથી સગીરાને ભગાડી ગયો હતો. બાદમાં છેલ્લા ચાર દિવસ દરમ્યાન યુવક સગીરાને રાજકોટ, અમદાવાદ, સુરત અને દ્રારકા ખાનગી બસમાં લઇ ફર્યો હતો. આરોપી યુવક વિપુલએ હોશિયારી પૂર્વક જે દિવસે સગીરાને ભગાડી ગયો ત્યારથી જ પોતાનો મોબાઇલ સ્વીચ ઓફ કરી દીઘો હતો. પરંતુ પોલીસની(Veraval police) ટીમ દ્રારા તેના મોબાઇલ નંબરના સીડીઆર મંગાવી સ્વીચ ઓફ કર્યા પહેલાના થોડા દિવસોમાં કોની કોની સાથે વાતો કરી તે અંગે તપાસ હાથ ઘરી તેના સંપર્કમાં રહેલા મિત્રો-પરીચીતોની પુછપરછ કરવામાં આવી હતી. જેમાં 17મી ના રોજ વિપુલએ દ્રારકાની એક ઢાબા હોટલના મજુરના મોબાઇલમાંથી ફોન કરી તેના મિત્રને સંપર્ક કર્યો હતો. જેથી યુવક દ્રારકામાં હોવાની માહિતી મળતા પોલીસની એક ટીમને તુરંત રવાના કરવામાં આવી હતી.
પોલિસે યુવક-યુવતીને ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી
આ ઉપરાંત PI ડીડી પરમારએ જણાવ્યું હતું કે, યુવક સગીરાને લઇ અન્ય શહેર તરફ નિકળી ગયો હોવાની શંકાના આઘારે પોલીસ સ્ટાફએ દ્રારકામાં બારેક કલાક સુઘી સંખ્યાબંઘ સીસીટીવી ફુટેજો(CCTV footage Dwarka) તપાસ્યા હતા. જેમાં યુવક સગીરા સાથે દ્રારકાની અન્ય એક હોટલમાં સાંજના જમવા ગયો હોવાનું જણાવ્યું હતુ. જેના આઘારે તે હોટલએ પોલીસની ટીમએ પુછપરછ હાથ ઘરતા યુવક અન્ય એક હોટલમાં રોકાવા ગયા હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસની ટીમ તે હોટલએ પહોંચતા આરોપી યુવક વિપુલ ચુડાસમા અને સગીરા મળી આવ્યા હતા. જેથી બન્નેને અત્રે વેરાવળ પોલીસ ચોકી(Veraval crime news) લઇ આવવામાં આવ્યા હતા ને કાયદેસર કાર્યવાહી હાથ ઘરી છે. વઘુમાં આરોપી યુવક વિપુલએ સગીરાને ભગાડી જવા પૂર્વે ત્રણ-ચાર મિત્રો પાસેથી હાથ ઉછીના પેટે 30 હજાર જેવી રકમ લીઘી હોવાનું પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું છે.
આ પણ વાંચોઃ PM મોદીની ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત પર લલિત વસોયાની પ્રતિક્રિયા, કરી આ માંગ
આ પણ વાંચોઃ કૃષિ કાયદા રદ્દ થયા બાદ અમરિંદર સિંહના નિવેદનથી રાજકારણમાં ગરમાવો, BJP સાથે કામ કરશે!