ગીર-સોમનાથ: છેલ્લા કેટલાક દિવસથી જિલ્લા ભરમાં લોકો ભારે વરસાદ અને પવનનો સામનો કરી રહ્યા છે. ધોધમાર વરસાદ વરસતા નદીનાળા છલકાયા બાદ હવે અરબી સમુદ્રમાં ભરતી આવતા સમુદ્ર જાણે હિલોળે ચડ્યો હોય તેવા દ્રશ્ય જોવા મળે છે.
સોમનાથ નજીકના દરિયાકિનારાના વિસ્તારમાં ઉંચા મોજાઓ અને પવનનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. સોમનાથથી 500 મીટર દૂરથી પણ દરિયા કિનારેથી સોમનાથ મંદિર નરી આંખે નથી જોઈ શકાતું. બીજી બાજુગીર-સોમનાથ જિલ્લામાં મેઘમહેરને કારણે ખેડૂતોમાં ખુશી પ્રસરી છે.
કોરોના કાળમાં ખેડૂતોનાં માથે ચીંતાના વાદળ ઘેરાયા હતાં. કોરોના અને ઉપર જો મેઘો રીસાય તો કેવી કપરી પરિસ્થિતિ સર્જાશે તે કલ્પના માત્રથી ખેડૂતો ડરી રહ્યા હતાં. પરંતુ હવે મેઘકૃપાથી ખેડૂતોની ચીંતા દુર થઈ છે અને વાવણીલાયક વરસાદથી તેઓ આનંદીત થયા છે. તેમજ ઘાત ટળી હોય તેવો અનુભવ કરી રહ્યા છે.