ગીર સોમનાથ: ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આગામી દિવસોમાં ગીર સોમનાથ (CR Patil In Gir Somnath) જિલ્લામાં નમો કિસાન પંચાયતના કાર્યક્રમ માટે આવી રહ્યા છે. એવા સમયે સુત્રાપાડાના લાટી ગામના લોકોએ પોતાના ગામના બિસ્માર રસ્તાને લઇ તંત્રની ઉદાસીનતાને લઇ પ્રમુખ પાટીલ સામે વિરોઘ પ્રદર્શન (Protest In Gujarat) કરવાના હોવાની લેખિત જાણ જિલ્લા કલેક્ટરને કરી છે. જેમાં ગામના મંજૂર થઇ ગયેલા રસ્તાનું કામ 7 વર્ષથી બિસ્માર (Roads In Gir Somnath) હોવા છતાં તંત્ર ઘ્યાન આપી રહ્યું ન હોવાનો આક્ષેપ કર્યો છે.
કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે- આ અંગે લાટી ગ્રામ પંચાયત (Lati Gram Panchayat)ના સભ્ય પુંજાભાઇ છાત્રોડીયાએ જણાવ્યું કે, આગામી તા.26 માર્ચના રોજ સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અઘ્યક્ષતામાં નમો કિસાન પંચાયત (Namo Kisan Panchayat)નો મોટો કાર્યક્રમ યોજાવાનો છે. જેમાં ભાગ લેવા ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ આવશે. ત્યારે તેમની સમક્ષ લાટીના ગ્રામજનો તંત્રની ઉદાસીનતાને લઇ રસ્તો રોકવાની સાથે કાળા વાવટા ફરકાવી વિરોઘ પ્રદર્શન કરશે. આ અંગે ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત પત્ર મોકલી જાણ પણ કરી છે.
આ પણ વાંચો: Fishermen of Gir Somnath missing: 5 માછીમારોને લઈ ગયેલી ફાઈબર બોટ 5 દિવસથી ગુમ, કોસ્ટગાર્ડે શરૂ કરી તપાસ
બિસ્માર રસ્તાના કારણે ગ્રામજનોને પડે છે મુશ્કેલી- તેમણે જણાવ્યું કે, આ વિરોઘ પ્રદર્શન અમારે ના છૂટકે કરવુ પડી રહ્યુ છે. કારણ કે, લાટી ગામના મુખ્ય રસ્તાથી ગામને જોડતો એપ્રોચ રસ્તો છેલ્લા 7 વર્ષથી બિસ્માર હાલતમાં છે. જે અંગે અનેકવાર લેખિત-મૌખીક રજુઆતો જુદા-જુદા સ્તરે કરવામાં આવી છે. તેમ છતાં તેનું પરિણામ હજુ સુધી મળ્યુ ન હોવાથી બિસ્માર રસ્તાને લઇ ગ્રામજનો યાતના ભોગવી રહયા છે. વઘુમાં આ એપ્રોચ રસ્તો બનાવવાના કામને મંજુરી પણ મળી ગઇ છે અને ગત વર્ષે જુલાઇ-2021માં વર્ક ઓર્ડર પણ અપાઈ ચુક્યો હોવા છતાં આને 7 મહિને પણ રસ્તો બનાવવાનું કામ કોન્ટ્રાકટર દ્વારા શરૂ કરાયુ નથી.
2 વર્ષમાં 10થી 15 નાના-મોટા અકસ્માતના બનાવો બન્યાં- તેમ છતાં કામ શરૂ કરાવવા બાબતે જવાબદાર વિભાગ નિરસતા દાખવી રહ્યો હોવાથી ગ્રામજનોમાં રોષ છે. આ બિસ્માર રસ્તાના લીધે છેલ્લા 2 વર્ષમાં 10થી 15 નાના-મોટા અકસ્માતો થયા છે. જેમાં એક વ્યકિ્તનું મૃત્યુ પણ થયુ છે. તેમ છતાં જવાબદાર તંત્ર બેદરકારી દાખવી રસ્તાનું કામ શરૂ કરાવી રહયુ નથી. જેથી ગ્રામજનોની લાગણી મુજબ પ્રમુખ પાટીલ જે રસ્તા પરથી પસાર થશે તેને રોકવા અને કાળા વાવટા ફરકાવવાનું નકકી કર્યુ છે. તો બીજી તરફ લાટી ગામના ગ્રામજનોના વિરોઘ પ્રદર્શનની વાતને લઇ તંત્રમાં પણ દોડઘામ મચી ગઇ છે.