ગીર સોમનાથઃ રાજ્યના તમામ જિલ્લાઓમાં પોલિસ સ્ટેશનોમાં ‘સખી વન સ્ટોપ સેન્ટર’ કાર્યરત કરવામમાં આવેલા છે. કે જે પીડિત મહિલાઓને તમામ પ્રકારની સેવાઓ આપી અને મદદ કરવામાં સતત કાર્યરત રહે છે. જેમાં વિવિધ પ્રકારના કેસો આવતા હોય છે એને આવાજ એક કેસમાં ગીર સોમનાથમાં લોકડાઉન જેવી પરિસ્થિતિમાં એક પીડિત મહિલાને આપઘાત કરતાં સખી ‘વન સ્ટોપ સેન્ટર’ દ્વારા બચાવી લેવાઇ હતી.
રાજકોટ જિલ્લાના મહિલા અને બાળ અધિકારીની કચેરી પર મદદ માટે દોડી આવેલા પુરુષે રજૂઆત કરતાં જણાવેલુ કે, મારા પત્ની હાલમાં ગીર-સોમનાથ જિલ્લામાં લોકડાઉનની પરિસ્થિતિના કારણે તેમના પિયરમાં છે અને તેમની તબિયત સારી રેહતી ન હોવાના કારણે આપઘાત કરવા જઇ રહી છે.
આ વિગત સાંભળી જિલ્લા મહિલા બાળ અધિકારી રાજકોટ દ્વારા ગીર-સોમનાથ જિલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષક અધિકારીને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ સઘળી વિગત ‘વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર’ સંચાલક તથા અન્ય કર્મચારીને તથા સેન્ટર નિયુક્ત થયેલા મહિલા P.S.I. આર.એ.ચનીયારાને પીડિત મહિલા જે તે સ્થળ પર આપઘાત કરવા જઈ રહ્યા હતી, ત્યાં રૂબરૂ સ્થળપર મોકલવામાં આવેલા અને સખી ‘વન સ્ટોપ સેન્ટર’ના કર્મચારીઓ તાત્કાલિક ધોરણે ત્યાં જઇને પીડિત મહિલાને સાંત્વનાં આપી હતી.
કાઉન્સેલિંગ કરતા પીડિત મહિલાને ડાયાબિટીશ શારીરિક અને માનસિક તકલીફ હોવાના કારણે તેમની રાજકોટ મુકામે સારવાર ચાલુ છે. અને તેમની દવા ખાલી થઇ જતાં પીડિત મહિલાને વાતાવરણ અનુકૂળના આવતા શારીરિક, માનસિક તકલીફ વેઠી રહ્યા હતા અને હિંમત હારીને આપઘાત કરવા જતી હતા.
ત્યારબાદ તમામ વિગતો જિલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીને ધ્યાને મૂકવામાં આવી હતી અને પીડિત મહિલાના સસરા પક્ષને રાજકોટ મુકામે જિલ્લામાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.