ETV Bharat / state

વેરાવળ પંથકમાં સબસ્ટેશનો કિસાન સૂર્યોદય યોજનાથી વંચિત હોવાની સોમનાથના ધારાસભ્યની રજૂઆત

જૂનાગઢ જિલ્‍લામાંથી વિભાજીત થઇ ગીર સોમનાથ અલગ જિલ્લો બન્યો એને સાત વર્ષ જેવો સમય વિતી ગયો હોવા છતાં વીજતંત્રનું વડુંમથક હજી પણ જૂનાગઢમાં આવેલું હોવાથી ગીર સોમનાથ જિલ્‍લાને લગતી વીજતંત્રની અનેક સમસ્યાઓનો સમયસર ઉકેલ આવતો નથી. જેથી pgvclની વડી કચેરી મથક વેરાવળમાં કાર્યરત કરવા જિલ્‍લાના ઘારાસભ્‍યોએ રાજકોટ ખાતે pgvclની મળેલી બેઠકમાં માંગણી ઉઠાવી હતી.

વેરાવળ પંથકમાં સબસ્ટેશનો કિસાન સૂર્યોદય યોજનાથી વંચિત હોવાની સોમનાથના ધારાસભ્યની રજૂઆત
વેરાવળ પંથકમાં સબસ્ટેશનો કિસાન સૂર્યોદય યોજનાથી વંચિત હોવાની સોમનાથના ધારાસભ્યની રજૂઆત
author img

By

Published : Jul 24, 2021, 12:03 PM IST

  • ગીર સોમનાથ જિલ્લામાં વીજ પુરવઠાના અનેક પ્રશ્નો
  • pgvclની વડી કચેરી જિલ્લામથક વેરાવળના બદલે જૂનાગઢમાં જ કેમ કાર્યરત? ઘારાસભ્‍ય
  • કિસાન સૂર્યોદય યોજનાથી હજી પણ વંચિત હોવાની સોમનાથના ધારાસભ્યની રજૂઆત

ગીર સોમનાથ: તાજેતરમાં રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર ઝોનની pgvclની વિવિધ યોજના અંગે ચર્ચા વિચારણા કરવા બેઠક મળી હતી. જેમાં સૌરાષ્‍ટ્રના અનેક ઘારાસભ્‍યો હાજર રહ્યા હતા. બેઠકમાં સોમનાથના ધારસભ્ય વિમલ ચુડાસમા (vimal chudasama) દ્વારા તેમના મત વિસ્તારમાં વિજળીની સમસ્યાથી લોકોને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈ વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. જેમાં ખેડુતોને દિવસે વિજળીનો લાભ મળી રહે એ માટે વેરાવળ તાલુકાના તમામ સબસ્ટેશનમાં કિશાન સુર્યોદય યોજના (kishan suryoday yojna) લાગુ કરવાની માંગણી કરી હતી.

પેન્ડિંગ કામનું તાત્કાલીક ધો૨ણે નિવારણ લાવી પુરૂ કરાવવાની રજૂઆત

તાલુકાના નવદ્રા સબસ્ટેશનમાં પોલ નાંખવાના બાકી હોય તે કામગીરી વહેલી તકે કરાવવા, ડારી સબસ્ટેશનનું કામ, કાજલી ગામમાં મોટા ટાવરનું કામ અને તાલાળા ચોકડી પર ટાવર નાંખવાની કામગીરીમાં જમીન સંપાદનનો પ્રશ્ન કલેક્ટર કચેરી તથા મામલતદાર કચેરીમાં પેન્ડિંગ હોવાથી તાત્કાલીક ધો૨ણે નિવારણ લાવી પુરૂ કરાવવાની રજૂઆત કરી હતી.

આ પણ વાંચો: PGVCL કચેરી સામે ધારણા પ્રદર્શન કરતા સાવરકુંડલાના ધારાસભ્ય (Savarkundla MLA) ની કરાઇ અટકાયત

ખેડુતોને સુર્યોદય યોજનાનો લાભ મળી રહે તેવી માંગણી પણ મુકી હતી

વઘુમાં વેરાવળ તાલુકામાં સબ સ્ટેશનનો 25 % લાભ જ મળ્યો છે જે તાલુકાના વિસ્તાર મુજબ ઓછો હોવાના કારણે પૂરતો લોડ મળતો નથી. જેથી તમામ સબસ્ટેશન શરૂ કરવા, કંસારા કાદી તથા પીપળી કાદીમાં જ્યોતિ લાઇટ નથી અને પાટણથી બાયપાસને લાઇન મળે છે પરંતુ તાલાળા ચોકડી ઉપર જમીન મળી શકે અને સંપાદન થાય તો જ કંસારા કાદી તથા પીપળી કાદીમાં જ્યોતિ લાઇન મળી શકે જેથી ખેડુતોને સુર્યોદય યોજનાનો લાભ મળી રહે તેવી માંગણી પણ મુકી હતી.

આ પણ વાંચો: પાલીતાણામાં PGVCLની પ્રી મોન્સૂન કામગીરીની કરવાનું ભૂલાઈ ગયું

પંથકમાં 5 ફિડર મંજૂર કરાતા 20 ગામડાઓના ખેડુતોને લાભ મળશે

બેઠકમાં ઘારાસભ્‍યની રજૂઆતને ધ્યાને લઈ વેરાવળના 5 ગામના ફિડર મંજૂર કરવામાં આવેલ હતા. જેમાં સીમાર ફિડરમાં, સીમાર, વડોદરા, આદ્રી, ભેરાળા ફિડરમાં ભેરાળા, મીઠાપુર, ઈશ્વરીયા, મંડોર, નાવદ્રા, સોનારીયા, ડારી ફિડરમાં ડારી, વેરાવળનો ઓજી વિસ્‍તાર, છાત્રોડા, ખંઢેરી ફિડરમાં ખંઢેરી, ભેટાળી અને રામપરા ફિડરમાં રામપરા, નાંખડા, બોરણનો સમાવેશ થાય છે. આમ આશરે 20 ગામડાઓના ખેડૂતોને લાભ મળશે.

વિધાનસભામાં રજૂઆત છતાં સબસ્ટેશનનું કામ ચાલુ થતુ નથી

વેરાવળ તાલુકાના નાવદ્રા ખાતે આવેલ 66 કે.વી. સબ સ્ટેશન અને જુનાગઢ જિલ્લાના ચોરવાડમાં 66 કે. વી. સબ સ્ટેશન મંજૂર હોવા છતાં શરૂ થયુ ન હોવાથી અગાઉ વિધાનસભા સત્ર દરમિયાન રજૂઆત કરવામાં આવી હતી. બંને સબ સ્‍ટેશનો તાત્કાલિક ધોરણે શરૂ કરવા ઉર્જાપ્રધાનને રૂબરૂ મળી ધારાસભ્ય વિમલ ચુડાસમાએ લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. જે પ્રશ્ન પણ ઉઠાવતા બંન્ને સબસ્ટેશનની કામગીરી શરૂ થઇ ગઇ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.