વેરાવળઃ કેટલીક વાર શિક્ષક જ ભક્ષક બની જાય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે ગીરસોમનાથના (Rape in Gir Somnath) વેરાવળમાં. અહીં સ્વિમિંગ શીખવા જતી એક પરિણીતાને મોહજાળમાં ફસાવી સ્વિમિંગ ટ્રેનરે તેની સાથે અનેક વખત દુષ્કર્મ કર્યું હોવાની (Rape complaint against swimming trainer in Veraval) ઘટના સામે આવી છે.
સ્વિમિંગ ટ્રેનર 7 વર્ષથી પરિણીતા સાથે કરતો હતો દુષ્કર્મ
આ અંગે મળતી માહિતી અનુસાર, વેરાવળની પરિણીતા 7 વર્ષ પહેલા ખાનગી હોટલમાં ચાલતા સ્વિમિંગના ક્લાસમાં સ્વિમિંગ શીખવા ગઈ હતી. તે સમયે વડોદરાના સ્વિમિંગ ટ્રેનરે સંબંધો કેળવી પરણીતાને મોહજાળમાં ફસાવી તેને ધમકી આપી તેની સાથે અનેકવાર દુષ્કર્મ (Rape in Gir Somnath) કર્યું હતું. થોડા દિવસ પહેલા બંનેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ (Swimming Trainer rape video viral ) થયો હતો. આનાથી હતપ્રભ થયેલી પરિણીતાની વ્હારે પોલીસ વિભાગની શી ટીમ આવી હતી અને મહિલાને હિંમત આપતા મક્કમ બનેલી પીડિતા પરિણીતાએ વડોદરાના સ્વિમિંગ ટ્રેનર સામે (Rape complaint against swimming trainer in Veraval) ફરિયાદ નોંધાવી હતી. તો વેરાવળ પોલીસે (Veraval Police arrested Swimming Trainer) સ્વિમિંગના ટ્રેનર સામે ગુનો નોંધી વડોદરાથી તેની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો- Rape case In Daman : સરકારી હોસ્પિટલના સિક્યોરીટી ગાર્ડે 11 વર્ષની બાળકી સાથે આચર્યું દુષ્કર્મ, થઈ ધરપકડ
સ્વિમિંગ ટ્રેનરે મહિલાનો વીડિયો વાઈરલ કરવાની આપી હતી ધમકી
લગ્નતેર સંબંધોના વરવા પરિણામ દર્શાવતા ચકચારી કિસ્સા સંગે ASP ઓમપ્રકાશ જાટે જણાવ્યું હતું કે, વેરાવળની પરિણીતાએ પોલીસમાં વડોદરા રહેતા પ્રકાશ શિમ્પી નામના સ્વિમિંગ ટ્રેનર સામે ફરિયાદ (Rape complaint against swimming trainer in Veraval) કરી છે, જેમાં જણાવ્યું હતું કે, વર્ષ 2014માં વેરાવળની એક હોટલમાં સ્વિમિંગના કલાસ કરાવતો પ્રકાશ શિમ્પી પાસે પીડિતા પરિણીતા સ્વિમિંગ શીખવા (Rape in Gir Somnath) જતી હતી. તે સમયે ટ્રેનર પ્રકાશ શિમ્પીએ ધીમે ધીમે પરિચય કેળવી પરિણીતાને પોતાની મોહજાળમાં ફસાવી તેની એકલતાનો લાભ લઈ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ તેનો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો વાઈરલ (Swimming Trainer rape video viral ) કરવાની ધમકી આપી અનેકવાર પીડિતાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યા હતા.
આ પણ વાંચો- Harni Road Vadodara Rape Case: સગીરા સાથે બસમાં દુષ્કર્મ, પોલીસે એક સગીર આરોપીને ઝડપ્યો - અન્ય 2 ફરાર
વેરાવળની શી ટીમે પીડિતાને આપી હિંમત
આ અંગે તપાસનીશ અધિકારી PI ડી. ડી. પરમારે જણાવ્યું હતું કે, આરોપી ટ્રેનર પ્રકાશ શિમ્પીની બળજબરી વધતા અને પીડિતા તાબે ન થતા થોડા દિવસો પહેલા દુષ્કર્મનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ (Swimming Trainer rape video viral) કર્યો હતો અને આટલું જ નહીં, આરોપી પ્રકાશે પીડિતા પરિણીતાના 20 વર્ષીય પૂત્ર અને પતિના મોબાઈલ પર પણ આ વીડિયો મોકલ્યો હતો. આથી વ્યથિત બનેલી પીડિતા પરિણીતાની વ્હારે વેરાવળ પોલીસની શી ટીમ આવી હતી.
પોલીસે આરોપીને વડોદરાથી દબોચ્યો
મહિલા પોલીસકર્મીઓએ પીડિતાને સમજાવી હિંમત આપી હતી, જેથી પીડિતા પોલીસ ફરિયાદ માટે મક્કમ બનતા પોલિસે આરોપી પ્રકાશ શિમ્પી વિરુદ્ધ IPCની કલમ 376, 506 -2, 376-2-n આઈટી એકટ 66 - ઈ, 67, 67 (A) મુજબ ગુનો નોંધેલ હતો. આરોપી ટ્રેનરને પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં જ વડોદરા ખાતેથી (Veraval Police arrested Swimming Trainer) ઝડપી લઈ અહીં લાવી હતી.
આરોપી મૂળ મહારાષ્ટ્રનો છે
આ ઘટનાને લઈ વેરાવળ પંથકમાં ભારે ચકચાર મચી છે. હાલ તો પોલીસે આરોપી પ્રકાશ શિમ્પી સામે દુષ્કર્મ અને સાયબર ક્રાઇમની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે. આરોપી પ્રકાશ શિમ્પી મૂળ મહારાષ્ટ્રનો અને વડોદરા ખાતે ખાનગી શાળામાં સ્વિમિંગ ટ્રેનર તરીકે નોકરી કરતો અને અપરણિત હોવાનું સામે આવ્યું છે.