- વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી સોમનાથના ચાર પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું
- વર્ચ્યુઅલ માધ્યમથી દિલ્લી ખાતેની કચેરીએથી મોદીએ ચાર પ્રકલ્પને લોકો ઉપયોગ માટે ખુલ્લા મુક્યા
- સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ગૃહપ્રધાન અમિત શાહ, મુખ્યપ્રધાન રૂપાણીએ આપી હાજરી
સોમનાથ : વડાપ્રધાન મોદીએ આજે સોમનાથ ટ્રસ્ટના ચાર પ્રકલ્પોને ખુલ્લા મૂક્યા છે. મોદીએ આજે શુક્રવારે દિલ્હી ખાતેથી માધ્યમથી સોમનાથ સમુદ્ર દર્શન રોકવેલ મ્યુઝિયમ નવનિર્મિત પાર્વતી માતા મંદિર અને જૂનું સોમનાથ અહલ્યાબાઈ મંદિરના આધુનિકરણના કામનું લોકાર્પણ અને શિલારોપણ વિધિ કરી હતી. જેમાં દિલ્હીથી ટ્રસ્ટના ટ્રસ્ટી અને ગૃહપ્રધાન અમિત શાહ સોમનાથ ખાતેથી મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પર્યટન પ્રધાન જવાહર ચાવડાએ સોમનાથમાં આયોજિત ગૌરવવંતા કાર્યક્રમમાં પ્રત્યક્ષ હાજરી આપીને સોમનાથના સુવર્ણા ઇતિહાસમાં વધુ એક છોગું ઉમેરવાની ખુશી વ્યક્ત કરી હતી.
ઓડિટોરિયમમાં સોમનાથના સુવર્ણ ઇતિહાસને રજૂ કરતો ગૌરવવંતો કાર્યક્રમ યોજાયો
સોમનાથ ટ્રસ્ટના ચેરમેન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિર પરિસરમાં નવનિર્મિત થઈ રહેલા પાર્વતી માતાના મંદિરનો શિલારોપણ વિધિ કરી હતી. ત્યારબાદ સોમનાથ નજીક બનાવવામાં આવેલો સમુદ્ર દર્શન વોક-વે સોમનાથના પ્રાચીન અવશેષોને સાચવીને રાખવામાં આવેલું મ્યુઝિયમ તેમજ જૂના સોમનાથ તરીકે જાણીતું અહલ્યાબાઈ સ્થાપિત મંદિર લોકોના દર્શનાર્થે આજે લોકાર્પણ કર્યું હતું. રામ મંદિરમાં આવેલા ઓડિટોરિયમમાં સોમનાથના સુવર્ણ ઇતિહાસને રજૂ કરતો ગૌરવવંતો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લોકોએ પ્રત્યક્ષ જોડાઈને સોમનાથના નવા પ્રકલ્પોના ઇતિહાસને નજર સમક્ષ માણ્યો હતો.