- નાઠેજ ગામના યુવકને કેરોસીનથી કરતબ બતાવવા મોંઘા પડ્યા
- આગ અચાનક યુવકના મોંઢાની અંદર પકડાઈ જતા યુવક મોઢે દાઝ્યો
- આજુબાજુના લોકોએ પણ તુરંત આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કર્યા હતા
ગીર સોમનાથઃ લગ્ન પ્રસંગમાં યુવક મોઢામાં કેરોસીન ભરી કરતબ બતાવી બતાવી રહ્યો હતો, પરંતુ લોકોનું મનોરંજન કરવામાં તેને મોંઘી કિંમત ચૂકવવી પડી છે. હાલમાં આ યુવક મોઢેથી દાઝી જતા તેને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો.
લગ્નમાં આવેલા ટોળાએ યુવકનો જીવ બચાવ્યો
જોકે, લગ્ન પ્રસંગમાં બધા પોતપોતાની ધૂનમાં વ્યસ્ત હતા. ત્યારે આ યુવક લોકોનું મનોરંજન કરી રહ્યો હતો. તે સમયે જ તે મોઢેથી દાઝ્યો હતો. લગ્નમાં આવેલા ટોળાએ યુવકને બચાવી લીધો હતો.