- ગીર સોમનાથમાં શરૂ થઈ vaccination drive
- અગાઉથી રજિસ્ટ્રેશન કરાવનારા લોકો vaccination center પરથી ફરે છે પરત
- vaccination center પરથી લોકોને vaccine dose અપાઈ રહ્યા ન હોવાના આક્ષેપ
ગીર સોમનાથ : વેક્સિનેશન કાર્યક્રમ ( vaccination drive ) અંર્તગત ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકામાં 20 વેક્સિનેશન સેન્ટર ( vaccination center ) કાર્યરત કરાયા છે. જે પૈકી જિલ્લા મથક વેરાવળ શહેરમાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ, ખારવા સમાજ વાડી અને સાગરપુત્ર ફાઉન્ડેશનના સોમનાથ હોલ ખાતે વેક્સિનેશન સેન્ટર ( vaccination center ) શરૂ કરવામાં આવ્યા છે.
એક વખત રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ બીજી વખત શા માટે ?
સ્પોર્ટસ કોમ્પલેક્ષના vaccination center પર પહોંચેલા સ્થાનિક જયેશ ભારથીને વેક્સિનનો ડોઝ ( vaccine dose ) મળ્યો ન હોવાથી પરેશાન થયા હતા. જે અંગે જયેશભાઇએ જણાવ્યું હતું કે, વેક્સિનનો ડોઝ ( vaccine dose ) લેવા એક મહિના અગાઉ મેં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેથી વેક્સિન આપવાનું શરૂ થતા હું સેન્ટર પર પહોંચ્યો ત્યારે અહીંના સ્ટાફે ડોઝ આપવાની ના પાડીને ફરીથી નવું રજીસ્ટ્રેશન કરાવવાનો આગ્રહ કર્યો હતો. મારો સવાલ એ છે કે, મેં અગાઉથી રજીસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં ફરી વખત શા માટે કરાવું ?
આ પ્રકારના લોકો ફરીથી રજિસ્ટ્રેશન કરાવીને વેક્સિન મેળવી શકે છે: આરોગ્ય અધિકારી
આ અંગે આરોગ્ય અધિકારી ડૉ. ભાયાએે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગ દ્વારા સાંજે ગીર સોમનાથ જિલ્લામાં 20 સ્થળો વેક્સિન સેન્ટર ( vaccine center ) માટે ફાળવવામાં આવી છે. જે તમામ સેન્ટરની માહિતી ઓનલાઇન મૂકવામાં આવી છે. vaccination drive માં અમારા ઘ્યાને પણ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવનારા લોકોનો પ્રશ્નો સામે આવ્યો હતો. જેમાં આ લોકોએ અગાઉ રજીસ્ટ્રેશન સમયે કોઇ સ્થળ નકકી ન હોવાથી તે સિલેક્ટ કરી શકયા ન હોવાથી તેમને સેન્ટર પર વેક્સિન મળી શકે તેમ ન હતું. કારણ કે, આરોગ્ય વિભાગે જે 20 સ્થળ નક્કી કરીને જાહેર કર્યા છે તેનું પ્રી-રજીસ્ટ્રેશન અને સ્થળ સિલેક્ટ કરનારને જે-તે સ્થળે જ વેક્સિન આપવાની ગાઇડલાઇન છે. જેથી અગાઉ રજીસ્ટ્રેશન કરાવનારા લોકોને ફરીથી રજિસ્ટ્રેશન કરાવીને સ્થળ સીલેકટ કરી તે જગ્યાએ જશે અટલે વેક્સિન મળી રહેશે. જિલ્લામાં 20 સ્થળોએ દરરોજે 200 લેખે કુલ 4 હજાર લોકોને વેક્સિન આપવાની કામગીરી સરકારની સૂચના મુજબ કરવામાં આવી રહી છે.