ETV Bharat / state

ગીર સોમનાથમાં 181 સેવાની ઉત્કૃષ્ટ કામગીરી, 13 હજારથી વધુ મહિલાઓને સંકટમાંથી ઉગારી

તાજેતરમાં 181 સેવા કાર્યરત થયાના છ વર્ષ પુરા થયા છે. છ વર્ષના સમયગાળામાં ગીર સોમનાથ જિલ્‍લામાં કુલ 13,025 જેટલી મહિલાઓને વિકટ પરિસ્થિતિમાંથી ઉગારી લેવાની સાથે જરૂરી માર્ગદર્શન 181 સેવાના મહિલા સ્‍ટાફ દ્રારા પૂરૂ પાડવામાં આવ્યું છે.

181 સેવા
181 સેવા
author img

By

Published : Mar 12, 2021, 6:51 AM IST

  • વર્ષ 2020માં 1,066 કીસ્‍સાઓમાં મહિલાઓએ 181 સેવાની મદદ લીધી હતી
  • મહિલા અને બાળ વિકાસ ગૃહ વિભાગે રાજ્યમાં 8 માર્ચ 2015માં શરુ કરી હતી સેવા
  • રેસ્ક્યુ વાન સાથે ઘટના સ્થળ પર પહોંચી 533 કીસ્‍સામાં મદદ આપી

ગીર સોમનાથ: મહિલાઓ સાથે થતી ઘરેલું સહીતની જુદી જુદી હિંસાના કિસ્સાઓમાં તાત્કાલીક ધોરણે બચાવ અને માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી આપતી 181 હેલ્પ લાઇનની આવશ્યકતા જણાતાં રાજય સરકારના મહિલા અને બાળ વિકાસ ગૃહ વિભાગે રાજ્યમાં 8 માર્ચ 2015 આંતરરાષ્ટ્રીય મહિલા દિનના રોજ 181 મહિલા હેલ્પ લાઇન સેવા શરૂ કરી હતી.

181 સેવા
181 સેવા

કેટલીય મહિલાઓને વિકટ પરિસ્થિતીમાંથી બહાર લાવવાનું કામ કર્યું છે

કોરોના વૈશ્વિક મહામારીની પરિસ્થિતીમાં લોકડાઉન દરમ્યાન પણ આ સેવાના મહિલા કર્મચારીઓએ પોતાના ઘર પરીવારની ચિંતા કર્યા વગર ઉત્કૃષ્ટ ફરજ બજાવી હતી. રાજ્યવ્યાપી વિસ્તાર બાદ માત્ર છ વર્ષના સમયગાળામાં રાજયમાં 8,25,081 કરતા વધારે મહિલાઓને વિકટ પરિસ્થિતિમાં સલાહ, બચાવ અને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. 1,66,359 કરતા વધારે મહિલાઓને સેવાના સ્‍ટાફે મદદ પહોંચાડી છે. જેમાં 1,15,908 જેટલા કિસ્સામાં સ્થળ પર જ સમાધાન કરી કેસનો નિકાલ કરાવ્યો છે. 50,451 જેટલી મહિલાઓને ગંભીર પ્રકારની સમસ્યા જણાતાં સ્થળ પરથી રેસ્ક્યુ કરીને લાંબા ગાળાના કાઉન્સિલિંગ, આશ્રય તેમજ અન્ય મદદ માટે સરકારની અન્ય સંસ્થાઓ સુધી પહોંચાડવાની કામગીરી કરાઈ છે.

આ પણ વાંચો:181 મહિલા હેલ્પલાઇન ટીમે માનસિક અસ્વસ્થ મહિલાનું સમાજ સેવી સંસ્થામાં પુનઃસ્થાપન કર્યું

ગીર સોમનાથ જિલ્લામાં નોંધપાત્ર સેવા

છ વર્ષના સમયગાળામાં 13,025 કરતા વધારે મહિલાઓને વિકટ પરિસ્થિતિમાં સલાહ બચાવ માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું છે. જેમાં 181 સેવાના મહિલા કાઉન્સેલરો દ્રારા ત્વરીત ઘટના સ્થળે પહોંચી 2,929 જેટલી મહિલાઓ સાથે પરામર્શ કરીને મદદ કરી હતી. ગીર સોમનાથ જીલ્લામાં વર્ષે 2020માં 181 મહિલા હેલ્પ લાઇન દ્રારા કરેલી કામગીરીમાં (1) 181 રેસ્ક્યુ વાન સાથે ઘટના સ્થળ પર જઇને 533 કીસ્‍સામાં મદદ આપી, (2) આગેવાનો અને કુટુંબનાં સભ્યો સાથે પરામર્શ કરી સ્થળ પર 339 કીસ્‍સામાં સમસ્યાનું સમાધાન કરાવ્યું, (3) મહિલાની ગંભીર સમસ્યાને ધ્યાને લઇ 156 કીસ્‍સામાં વધુ મદદ માટે અન્ય સંસ્થા/વિભાગ સુધી કાર્યવાહી માટે લઇ જવામાં આવી, (4) અન્ય કેસ પીડિતા સ્થળ પર ન હોય અથવા ત્યાંથી નીકળી ગઇ હોય કે સંપર્ક ન થઇ શક્યો હોય તેવા 38 કીસ્‍સા હોવાનું સેવાએ જણાવ્યું છે.

આ પણ વાંચો:બાયડમાં આશ્રમની ટીમે મધ્યપ્રદેશના માનસિક વૃદ્વાનું પરિવાર સાથે મિલન કરાવ્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.