ETV Bharat / state

કુટુંબ નિયોજનના ઓપરેશનને કારણે એક પરિવારનો માળો વિખાયો - woman died

ગીર-સોમનાથના તાલાલા આરોગ્ય કેન્દ્રમાં કુટુંબ નિયોજનના ઓપરેશન માટે આવેલી મહિલાનું ઓપરેશન થાય તે પહેલાં જ તેનું મોત થયું હતું. મહિલાને ઈન્જેક્શન અપાયા બાદ તેનું મૃત્યુ થતાં તેના પરિવારજનોએ ડોક્ટર પર બેદરકારીનો આક્ષેપ કર્યો હતો અને મૃતદેહને જામનગર પોસ્ટમોર્ટમ માટે ખસેડવાનો પરિવારે નિર્ણય કર્યો હતો.

Veraval
કુટુંબ નિયોજનનું ઓપરેશન
author img

By

Published : Feb 1, 2020, 7:52 PM IST

Updated : Feb 1, 2020, 10:50 PM IST

ગીર-સોમનાથ: સુત્રાપાડા તાલુકાના ગુંદાળા ગામે રહેતા ભરતભાઈ વાળાના પત્ની હંસાબેનને (ઉ.વ. 26) સંતાનમાં બે પુત્રો છે. ગત રોજ તેઓ તાલાલા સરકારી આરોગ્ય કેન્દ્રમાં કુંટુંબ નિયોજનનું ઓપરેશ કરાવવા આવ્યા હતા. ઓપરેશન થિયેટરમાં લઈ જવાયા બાદ હંસા બેનને બેહોશી માટે ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તબીબોએ તેમના પરિવારજનોને જણાવ્યું કે, હંસાબેનની હાલત ગંભીર છે, જેથી તેને વધુ સારવાર માટે વેરાવળ લઈ જવા પડશે. પરિવારજનો હંસાબેનને વેરાવળ લાવ્યા હતાં, જ્યાં ફરજ પરના તબીબોએ હંસાબેનને મૃત જાહેર કર્યા હતા.

આ ઘટના બાદ હંસાબેનના પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીના કારણે મૃત્યુ થયું હોવાનો આક્ષેપ કર્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનગર લઈ જવામાં આવ્યો હતો. આ ઘટના અંગે તાલાલા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે, જામનગરથી પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ જ આ અંગે વધુ માહિતી જાણી શકાશે કે આ મૃત્યુ કુદરતી હતું કે બેદરકારીનું પરિણામ.

કુટુંબ નિયોજનના ઓપરેશનને કારણે એક પરિવારનો માળો વિખાયો

Intro:ગીરસોમનાથ ના તાલાલા આરોગ્ય કેન્દ્ર માં કુટુંબ નીયોજન ના ઓપરેશન માટે આવેલ મહીલા નું ઓપરેશન થાય તે પહેલાજ મોત થયું હતું. ઈન્જેક્શન આપ્યા બાદ મોત થવાથી ડોક્ટર ની બેદરકારી નો પરીવાર જનો એ આક્ષેપ કર્યો હતો. અને લાશ ને જામનગર ખાતે પીએમ માટે ખસેડવાનો પરિવારે નિર્ણય કર્યો હતો.Body:સુત્રાપાડા તાલુકા ના ગુંદાળા ગામે રહેતા ભરત વાળા ના પત્ની હંસાબેન ઊ.વ.26 ને સંતાનમાં બે પુત્રો હોય જેમાં એક 4 વર્ષ નો બીજો માત્ર દોઢ માસ નો છે.જે ગઈકાલે તાલાલા ખાતે આવેલ સરકારી આરોગ્ય કેન્દ્ર માં કુંટુંબ નીયોજન નું ઓપરેશ કરવા ગયેલ, ઓપરેશન થીયેટર માં લઈ જવાયા બાદ હંસા બેન ને બેહોશી માટે ઈન્જેક્શન અપાયુ હતું .ત્યાર બાદ તબીબોએ તેમના પરિવારજનો ને જણાવેલ કે હંસાબેન ની હાલત ગંભીર હોય તેને વધુ સારવાર માટે વેરાવળ લઈ જવા. પરીવાર જનો વેરાવળ લાવ્યા જ્યાં ડોક્ટરે હંસા બેન ને મૃત જાહેર કરેલ. આ બનાવ થી પરીવાર જનો માં આક્રોશ વ્યાપ્યો હતો. ત્યારે ડોક્ટર ની બેદરકારી ના કારણે મૃત્યુ થયું છે કે કેમ તે જાણવા લાશ ને મોડી રાત્રે પેનલ પોસ્ટમોર્ટમ કરવા માટે જામનગર ખસેડવામાં આવી છે.જ્યારે તાલાલા પોલીસ દ્વારા એક્સિડન્ટલ ડેથ એટલેકે અકસ્માતે મોત નો ગુનો નોંધાયો છે. ત્યારે પોલીસ નું કહેવું છે કે જામનગર થી પેનલ પોસ્ટમોર્ટમ નો રિપોર્ટ આવ્યા બાદ જ કહી શકાશે આ મૃત્યુ કુદરતી હતું કે બેદરકારી નું પરિણામ. ઘટના માં પરીવાર જનો એ તબીબ વાજા જે જુનાગઢ થી નસબંધી ના ઓપરેશન માટે તાલાલા આરોગ્ય કેન્દ્રમાં આવેલ તેની બેદરકારી ના કારણે હંસાબેન નું મોત થયા નો આક્ષેપ કરી રહેલ છે બનાવ બનતા પરીવાર જનોમાં ભારે શોક સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે.Conclusion:મૃતક ના પતિ ભરત વાળાએ ઇટીવી ને અશ્રુભીની આખે આખી ઘટના જણાવતા કહ્યું હતું કે " મારા પત્ની હંસાબેન સાથે તાલાલા નસબંધી ના ઓપરેશન માટે આવેલ બાદ ઓપરેશન થીયેટરમાં લઈ જઈ ઈન્જેક્શન આપ્યા બાદ તેનું મોત થયું છે ગંભીર હાલત માં વેરાવળ ખસેડેલ જ્યાં મોત થયા નું જાણ માં આવેલ જુનાગઢ ના ડોક્ટર વાજા ની ગંભીર બે દરકારી ના કારણે આ બનાવ બન્યો છે જેના પર કડક કાર્યવાહી થાય તો મારી સાથે બન્યું તે બીજા લોકો સાથે ના બને"

બાઈટ- ભરત વાળા- મૃતક ના પતિ.

રેડી ટુ પબ્લિશ
Last Updated : Feb 1, 2020, 10:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.