ગીર સોમનાથ: વિશ્વમાં કોરોના મહામારીનાં કારણે દેશમાં લોકડાઉનનો અમલ થઇ રહ્યો છે. ગીર-સોમનાથ જિલ્લામાં લોકડાઉનની ચુસ્ત અમલવારી થઈ રહી છે. જિલ્લાની સરહદો સીલ કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં અન્ય રાજ્ય કે, જિલ્લામાંથી આવતા લોકોને ડિસ્ટ્રીક્ટ સર્વેલન્સ ઓફિસર ડો.નીમાવતની રાહબારી હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા કુલ 27,816 લોકોને હોમ કોરોન્ટાઇન કરાયા હતા. જેમાં 24,416 લોકોએ હોમ કોરોન્ટાઇન પૂર્ણ કર્યો છે. 3400 વ્યક્તિ હોમ કોરોન્ટાઇન હેઠળ છે. 47 વ્યક્તિ ફેસીલીટી હોમ કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવેલા છે.
ઉપરાંત વેરાવળ તાલુકામાં 869 હોમ કોરોન્ટાઇન પૂર્ણ થયા છે. 183 હોમ કોરોન્ટાઇન હેઠળ છે, સુત્રાપાડામાં 841 હોમ કોરોન્ટાઇન પૂર્ણ કર્યાં છે. 63 કોરોન્ટાઇન હેઠળ છે. 4 ફેસેલીટી કોરોન્ટાઇન હેઠળ છે.
તાલાળામાં 4184 હોમ કોરોન્ટાઇન પૂર્ણ કર્યાં છે. 1118 હોમ કોરોન્ટાઇનમાં છે. 10 ફેસેલીટી કોરોન્ટાઇન હેઠળ છે. કોડીનાર 4936 હોમ કોરોન્ટાઇન પૂર્ણ કર્યાં છે. 705 હોમ કોરોન્ટાઇન હેઠળ છે. 33 ફેસીલીટી કોરોન્ટાઇન હેઠળ છે.
ઉના 11945 હોમ કોરોન્ટાઇન પૂર્ણ કર્યાં છે. 702 હોમ કોરોન્ટાઇન હેઠળ છે. ગીરગઢડા 1614 હોમ કોરોન્ટાઇન પૂર્ણ કર્યાં છે. 629 હોમ કોરોન્ટાઇન હેઠળ છે.
હાલ ગીર સોમનાથ જિલ્લો કોરોનામુક્ત થયો છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા બહારથી આવનાર અથવા આવી ચૂકેલા દરેક વ્યક્તિની લિસ્ટ બનાવી અને તેમને કોરોન્ટાઈનનો અમલ કરાવાઈ રહ્યો છે.