ETV Bharat / state

કથાકાર મોરારીબાપુએ દુષ્કર્મ પીડિતાના ઘરની મુલાકાત લીધી, પરિવારને કરી આવી મદદ - કોડીનાર મોરારીબાપુ

કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામમાં આઠ માસની બાળકી પર દુષ્કર્મ (Rape And Murder Case in Kodinar) બાદ તેની નિર્મમ હત્યા નિપજાવવામાં આવી હતી. પીડિત બાળકીના પરિવારની કથાકાર મોરારિબાપુએ (Morari Bapu in Kodinar) મુલાકાત કરી હતી. પછી બાળકીને શ્રદ્ધાંજલિ આપી હતી.

કથાકાર મોરારીબાપુએ દુષ્કર્મ પીડિતાના ઘરની મુલાકાત લીધી, પિતા કરી આવી મદદ

author img

By

Published : Jun 26, 2022, 8:16 PM IST

Updated : Jun 26, 2022, 9:53 PM IST

કોડીનાર: કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામે આઠ મહિનાની દીકરી (Rape And Murder Case in Kodinar) પર કુકર્મ કરી એની હત્યા કરી દેવાઈ હતી. આ કેસમાં પોલીસે ગુનો (Kodinar police) નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે. આ ઘટનાની જાણ થતા કથાકાર મોરારીબાપુ (Morari Bapu in Kodinar) બદ્રીનાથથી કોડીનાર આવી પહોંચ્યા હતા. જંત્રાખડી ગામે જઈને પીડિતાના પરિવારની મુલાકાત લીધી હતી. જ્યાં આવીને તેમણે પરિવારને (Morari Bapu Console Family) સાંત્વના પાઠવી હતી. આ સાથે બાપુએ મૃતકની સમાધીના દર્શન પણ કર્યા છે. જોકે, બાપુએ વ્યાસપીઠ ઉપરથી પણ દીકરીને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

કથાકાર મોરારીબાપુએ દુષ્કર્મ પીડિતાના ઘરની મુલાકાત લીધી, પિતા કરી આવી મદદ

આ પણ વાંચો: ગજબનો ભેજાબાજઃ 12 જુદી જુદી યુવતી સાથે લગ્ન કર્યા, એકબીજીને પહેલીવાળીની ગંધ પણ ન આવવા દીધી

કુક્રમ અને હત્યા: થોડા દિવસ પૂર્વે કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામમાં ગામના જ હેવાન શામજી સોલંકી એ દુષ્કર્મ કરી દીકરીને પતાવી દીધી હતી. આ જઘન્ય કૃત્ય લોકોની સામે ન આવે તેને લઈને દુષ્કર્મ બાદ બાળકીની નિર્મમ હત્યા કરી હતી. પછી મૃતદેહને કોથળામાં ભરીને ફેંકી દીધો હતો. સમગ્ર ઘટનાના હવે રાજ્યમાં ઘેરા પડઘા પડી રહ્યા છે ત્યારે રવિવારે સાધુ સમાજના સર્વોચ્ચ વ્યક્તિ અને રામાયણ કથાકાર મોરારિબાપુએ પણ જંત્રાખડી આવી પહોંચ્યા હતા.

આ પણ વાંચો: પ્રયાગરાજ હિંસાના પડઘા સૌરાષ્ટ્રમાં! ડેમુ ટ્રેન ઉથલાવવાના પ્રયાસ કરનાર શખ્સો ઝડપાયા

બાપુએ કહી આ વાત: જંત્રાખડી આવેલા કથાકાર મોરારિબાપુએ બાળકીના પરિવારને કાયદા દ્વારા રાહત મળશે એવો ભરોસો પણ વ્યક્ત કર્યો હતો. મોરારીબાપુએ પીડિત બાળકીના પરિવારને રોકડ એક લાખ રૂપિયાની સહાય પણ અર્પણ કરી હતી. બાપુએ કહ્યું કે, જ્યારે ઘટના ઘટી ત્યારે તેમના સુધી સમાચારો પહોંચ્યા હતા. વ્યાસપીઠ પરથી જ સમગ્ર ઘટનાને વખોડી કાઢી હતી. કાયદો કાયદાની રીતે કામ કરશે. આરોપીને ચોક્કસ પણે તેના જઘન્ય અપરાધ માટે આકરી સજા પણ કરાશે. આ પ્રકારના ગુનાઓ સભ્ય સમાજ માટે કલંકરૂપ માનવામાં આવે છે ગુનાખોરીનું માનસ ઓછું થાય એ માટે પણ આપણે સૌ સાથે મળીને કામ કરવું જોઈએ.

Last Updated : Jun 26, 2022, 9:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.