- ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા
- ગૃહ રાજ્યપ્રધાને ગુજરાતના કલ્યાણ અને આરોગ્ય સુખાકારી માટે પ્રાર્થના કરી
- ગૃહપ્રધાને સાગરદર્શન ખાતે વૃક્ષારોપણ કર્યું
ગીર-સોમનાથ: ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ સોમનાથ મહાદેવના દર્શન પૂજા-અર્ચના કરી ગુજરાતના કલ્યાણ અને આરોગ્ય સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. ગૃહ પ્રધાને તેમના ધર્મપત્ની સાથે સોમનાથ મહાદેવની મહાપુજા અભિષેક અને ધ્વજા પૂજા કરી ધન્યતા અનુભવી હતી.
આ પણ વાંચો- નવસારીના બીલીમોરા અને વિજલપોર પોલીસ મથકને PI કક્ષાના બનાવશે - ગૃહ રાજ્ય પ્રધાન
સ્મૃતિચિન્હ અર્પણ કરી ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાનું સ્વાગત કરાયું
સોમનાથ મંદિરમાં પુજા વિધી કર્યા બાદ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લહેરી અને સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સ્મૃતિચિન્હ અર્પણ કરી ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાનું સ્વાગત કર્યું હતું.
ગૃહપ્રધાને કાયદા વ્યવસ્થા અંગે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું
સોમનાથ મંદિરમાં પૂજા બાદ ગૃહપ્રધાને અધિકારીઓ, પદાધિકારીઓ સાથે બેઠક યોજી કાયદો વ્યવસ્થા અંગે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. ત્યારબાદ ગૃહપ્રધાને સાગરદર્શન ખાતે વૃક્ષારોપણ કર્યું હતું.
આ પણ વાંચો- કોરોનાને ધ્યાનમાં રાખી રથયાત્રા અંગે નિર્ણય લેવાશે: પ્રદિપસિંહ જાડેજા
જિલ્લા પોલીસ દ્વારા ગૃહ રાજ્યપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આપી કરાયું સ્વાગત
ગૃહપ્રધાન સાથે પુર્વ પ્રધાન જશાભાઇ બારડ, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, પુર્વ બીજ નિગમના ચેરમેન રાજશીભાઇ જોટવા, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગભાઇ પરમાર, કે.સી.રાઠોડ, જૂનાગઢના રેન્જ આઇ.જી મનીન્દર સિંઘ પવાર, જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલ, જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રીપાઠીએ પણ વૃક્ષારોપણ કરી સહભાગી થયા હતા. ગીર-સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા ગૃહ રાજ્યપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.