અમદાવાદ/સોમનાથઃ દેેશના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના આહ્વાનને અનુસરીને સમગ્ર વિશ્વમાં 2023ના વર્ષને મિલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. ત્યારે હવે સોમનાથ તીર્થમાં આવતા ભક્તોને પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા જાડા અનાજની વાનગીઓ સમગ્ર સપ્તાહ દરમિયાન પીરસવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ Maha Shivratri 2023 : શિવ પાર્વતીજીના લગ્ન રોકવા માગતો હતો કાળકાસૂર રાક્ષસ, જાણો મહાશિવરાત્રિ વિશે
ભક્તોને હવે જલસાઃ સોમનાથ ટ્રસ્ટના નિઃશુલ્ક ભોજનાલયમાં પ્રતિદિન હજારો શ્રદ્ધાળુ ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે. ત્યારે મિલેટ મહોત્સવ અંતર્ગત ભોજનાલયમાં એક સપ્તાહ સુધી જાડા અનાજની વાનગીઓ શ્રદ્ધાળુઓને ભોજન પ્રસાદમાં પીરસવામાં આવશે. આ કાર્યક્રમનો પ્રારંભ ગીર સોમનાથ જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે. ડી. પરમારના હસ્તે કરવામાં આવ્યો હતો.
એક સપ્તાહ સુધી ચાલશે મિલેટ મહોત્સવઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ સમગ્ર વિશ્વને જાડા અનાજના સ્વાસ્થ્યલક્ષી ફાયદાઓ સમજાવ્યા હતા. ત્યારે વિશ્વને સ્વસ્થ દિનચર્યા તરફ વાળીને દેશના ખેડૂતો માટે જાડુ અનાજ પકાવવાની ઉત્તમ તકનું સર્જન કરતો મિલેટ મહોત્સવ પ્રારંભ કરવામાં આવ્યો છે. દેશના ખેડૂતોના સન્માનમાં અને આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં સ્વાસ્થ્યપ્રદ ખોરાક ગ્રહણ કરવાના સંદેશ સાથે મિલેટ મહોત્સવ સોમનાથમાં આગામી એક સપ્તાહ સુધી ચાલશે.
શ્રદ્ધાળુઓને પીરસાશે અવનવી વાનગીઃ મિલેટ મહોત્સવના પ્રથમ દિવસે 1,500થી વધુ લોકોએ સોમનાથ મહાદેવનો જાડા અનાજથી બનેલો ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સમગ્ર સપ્તાહ દરમિયાન જુદાજુદા જાડા અનાજ દ્વારા બનેલા ભોજન શ્રદ્ધાળુઓને સાંજના સમયે પીરસવામાં આવશે.
આ પણ વાંચોઃ Bhimnath Mahadev: પાંડવો અજ્ઞાતવાસમાં આ સ્થળે આવેલા, શું છે તેની પાછળની કથા જાણો
આ મહાનુભાવો રહ્યા ઉપસ્થિતઃ આ સમારોહના પ્રારંભ સમયે ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા અને સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.