ETV Bharat / state

રાજકોટની વિદ્યાર્થિની ભણવાનો ઠપકો મળ્યો તો ઘેરથી નીકળી ગઈ, મહિલા પોલિસે સમયસર પગલાં લીધાં - વિદ્યાર્થિની ઘેરથી ભાગી ગઈ

ભણવા બાબતે પરિવારજનોએ ઠપકો આપતાં રાજકોટના મેટોડાની 16 વર્ષીય વિદ્યાર્થિની ઘરેથી નીકળી જઈ વેરાવળ પહોંચી ગઇ હતી. જોકે તેની સ્થિતિ જોઇ મહિલા પોલિસે પૂછપરછ કરી હકીકત જાણી હતી અને તેને સમજાવી પરિવારને સોંપી હતી.

રાજકોટની વિદ્યાર્થિની ભણવાનો ઠપકો મળ્યો તો ઘેરથી નીકળી ગઈ, મહિલા પોલિસે સમયસર પગલાં લીધાં

author img

By

Published : Sep 17, 2021, 2:16 PM IST

  • 10માં ધોરણની વિદ્યાર્થિની અભ્યાસ બાબતે કંટાળી ભાગી ગઈ
  • વેરાવળ પહોંચેલી વિદ્યાર્થિનીને મૂંઝવણભરી સ્થિતિમાં જોઇ પોલિસે મામલો જાણ્યો
  • વાલીઓને બોલાવી વિદ્યાર્થિનીને સોંપી બંનેની સમજાવટ કરી મામલો થાળે પાડ્યો

    ગીરસોમનાથઃ ધોરણ 10 બોર્ડના વર્ષમાં અભ્‍યાસ કરતી રાજકોટના મેટોડા ગામની 16 વર્ષીય વિદ્યાર્થિની ભણવા બાબતે પરિવારે ઠપકો આપ્યો તો લાગી આવતાં તે કોઇને કહ્યાં વગર ઘેરથી ભાગી જઇ વેરાવળ પહોંચી ગાઈ હતી. જોકે ત્યાં મૂંઝવણમાં મૂકાઈ ગયેલી વિદ્યાર્થિની આંટાંફેરા મારી રહેલી જોઇ મહિલા પોલિસે તેની પૂછપરછ કરી હતી. સમગ્ર મામલો જાણ્યાં બાદ પોલિસે તેના વાલીઓને બોલાવ્યાં હતાં અને બંનેની સમજાવટ કરી હતી.

ભણતરનું દબાણ અનુભવતાં બાળકો

વર્તમાન સમયમાં પરિવાર તરફથી ફુલ જેવા બાળકો પર ભણતરના દબાણના કારણે કંટાળી જઇ ઘણી વખત અઘટિત પગલું ભરતા હોવાના દાખલા સમાજમાં દિનપ્રતિદિન જોવા મળે છે. જેના કારણે પરિવારજનોને જિંદગીભર અફસોસ પણ સહન કરવો પડે છે. ત્‍યારે વાલીઓ માટે આંખ ઉઘાડતી આ ઘટના સામે આવી છે જો કે, વેરાવળ પોલિસની સમયસર કામગીરીના કારણે વિદ્યાર્થિની મુશ્‍કેલીમાં મૂકાય તે પૂર્વે જ બચાવી લેવાઇ હતી.

પીઆઈએ આપી માહિતી

સિટી પીઆઇ ડી.ડી.પરમારે જણાવ્યું હતું કે ગઇકાલે સાંજના સમયે વેરાવળ બસ સ્‍ટેશનમાં એક 16 વર્ષીય યુવતી મુંઝવણભરી સ્‍થ‍િતિમાં આટાંફેરા કરી રહી હોવાની માહિતી પોલિસને મળી હતી. જેના પગલે શહેર પોલીસની SHE ટીમના પીએસઆઇ આર.એચ.સુવા સ્‍ટાફ સાથે બસ સ્‍ટેશને પહોંચી ગયાં હતાં. જયાંથી યુવતીને પોલિસ સ્‍ટેશને લઇ આવી પૂછપરછ કરતાં તે રાજકોટ જિલ્‍લાના મેટોડા ગામની હોવાનું અને તે દસમાં ધોરણમાં ભણતી હોવાનું જાણવા મળ્યું હતું. તેને ભણવા બાબતે પરિવારજનો ઠપકો આપતા હોવાથી કંટાળી જઇ માતાપિતાને કહ્યા વગર ગઇકાલે સવારે ઘરેથી નીકળી જઇ બસ મારફત વેરાવળ પહોંચી હતી. પણ હવે અહીં (વેરાવળ)માં શું કરવું તેની કશી ખબર ન પડતી હોવાથી મૂંઝાઇ હતી. તેણે જણાવેલ વિગતોના આઘારે તેના માતાપિતાને જાણ કરી બોલાવેલાં હતાં. બાદમાં પોલીસ અધિકારીઓની હાજરીમાં તેને સોપી દેવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

SHE ટીમે કરી સરસ કામગીરી
સમયસર કાર્યવાહી કરી વિદ્યાર્થિનીનું પરિવાર સાથે સુખરુપ મિલન કરાવવામાં પોલિસની SHE ટીમે પ્રેરક ફરજ બજાવી છે. આ કામગીરીમાં SHE ટીમના કલ્પનાબેન, ઉષાબેન, કંચનબેન, વિજયભાઇ, નદિમભાઇ સહિતના સ્‍ટાફે ફરજ બજાવી હતી.

આ પણ વાંચોઃ વેરાવળ પંથકમાં સબસ્ટેશનો કિસાન સૂર્યોદય યોજનાથી વંચિત હોવાની સોમનાથના ધારાસભ્યની રજૂઆત

આ પણ વાંચોઃ ગીર પંથકની 13 શાળાઓના 42 શિક્ષકો 377 વિદ્યાર્થીઓને આપે છે શેરીમાં શિક્ષણ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.