ETV Bharat / state

Mahashivratri 2023: સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર, 42 કલાક સુધી મંદિર રહેશે ખુલ્લું - Shivrat Celebration

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પર્વ પર માનવ મહેરામણ ઉમટ્યું છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિધિવત રીતે સૌપ્રથમ ધ્વજા પૂજા અને સોમનાથ મહાદેવની પાલખીનું પૂજન કરી મંદિરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. બપોરના 12 વાગ્યા સુધીમાં અંદાજિત 25000 શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા છે. એવું ટ્રસ્ટમાંથી જાણવા મળે છે.

Mahashivratri 2023: સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર, 42 કલાક સુધી મંદિર રહેશે ખુલ્લું

author img

By

Published : Feb 18, 2023, 1:39 PM IST

Updated : Feb 18, 2023, 1:48 PM IST

ગીર સોમનાથઃ સોમનાથના મારુતિ બીચ પર ઇતિહાસમાં પ્રથમ વખત પંચમહાભૂતનો અનુભવ કરાવતી પાર્થેશ્વર પૂજા કરાવવામાં આવી છે. ભજન ભોજન અને ભક્તિનો આધ્યાત્મ ધોધ સોમનાથની ભૂમિને પાવન કરી રહ્યો છે. દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પર્વ પર હજારો શ્રદ્ધાળુઓ હર હર મહાદેવ અને જય સોમનાથ ના નાદ સાથે મહાશિવરાત્રીના પર્વ પર પુણ્ય અર્જિત કરવા પહોંચ્યા છે.

Mahashivratri 2023: સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર, 42 કલાક સુધી મંદિર રહેશે ખુલ્લું
Mahashivratri 2023: સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર, 42 કલાક સુધી મંદિર રહેશે ખુલ્લું

આ પણ વાંચોઃ Chardham Yatra 2023: 25 એપ્રિલથી કેદારનાથ અને 27 એપ્રિલથી બદ્રીનાથના દર્શન કરી શકાશે

પ્રિ પ્લાનિંગ કરાયુંઃ સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રીને લઈ અગાઉથી આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે સવારના ચાર વાગ્યાથી સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું છે. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો માનવ મહેરામણ સોમનાથ તીર્થમાં ઉમટી પડ્યું છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા શિવરાત્રી પર્વનો પ્રારંભ વહેલી સવારે ધ્વજા પૂજા અને પાલખી પૂજન કરી કરવામાં આવ્યો છે.

શોભાયાત્રા નીકળીઃ સોમનાથ મહાદેવના પ્રતીક સ્વરૂપને પાલખીમાં બેસાડી સમગ્ર મંદિર પરિસરમાં શોભાયાત્રા કાઢવામાં આવી. જેમાં શિવત્વનો અનુભવ કરી હજારો શ્રદ્ધાળુઓ જોડાયા હતા. સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી પી.કે લેહરી દ્વારા ધ્વજા પૂજા કરવામાં આવી હતી. યોગાનું યોગ સોમનાથ મહાદેવના દર્શને આવેલ પૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી પણ સોમનાથ મહાદેવની ધ્વજા પૂજામાં સહભાગી થયા હતા. આ તકે સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ સહિત ટ્રસ્ટના અધિકારીઓ કર્મચારીઓ આ પૂજામાં જોડાયા હતા.

પાર્થેશ્વર પૂજાઃ પાર્થેશ્વર પૂજામાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે લહેરી, સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ સહિત 200 થી વધારે શ્રદ્ધાળુઓ શિવપાર્થેશ્વર પૂજામાં જોડાયા હતા. આ પૂજા ઐતિહાસિક એટલા માટે બની હતી કારણ કે પૂજામાં એક ગ્રામ પણ પ્લાસ્ટિકનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. પાત્રોથી લઈને થેલી, પૂજાના સામાન સુધીની તમામ વસ્તુઓ ઇકો ફ્રેન્ડલી મટીરીયલની બનાવવામાં આવી હતી. જેના કારણે સમુદ્ર કિનારે કોઈ પ્રદુષણનો ભય આ પૂજાથી રહેતો નથી.

આ પણ વાંચોઃ Mahashivratri 2023: ગાઝીયાબાદનું અનોખું મંદિર જ્યાં રાવણે ભગવાન શિવને ચઢાવ્યું હતું પોતાનું દસમું માથું

મોટો સંકલ્પઃ આ સાથે સોમનાથ ટ્રસ્ટી સમગ્ર સોમનાથ તીર્થ નિર્મલ બનાવવા નિર્મલ સોમનાથનો સંકલ્પ કરાવ્યો હતો. કદાચ આવો પ્રથમ કિસ્સો હશે. જેમાં આવડું મોટું પૂજન થયા બાદ પણ એક પણ સફાઈ કર્મીએ નીચેવાળી અને કચરો એકઠું કરવાની જરૂર પડી ન હતી. આટલી સ્વચ્છતા પૂજા કરનાર ભક્તો દ્વારા રાખવામાં આવી હતી. મધ્યાહન સુધીમાં અંદાજિત 25,000 થી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. ભક્તોનો અવિરત પ્રવાહ હજુ પણ સોમનાથ મંદિર તરફ પ્રયાણ કરી રહ્યો છે. જેમને સતત 42 કલાક મંદિર ખુલ્લું રેહવાને કારણે સરળતાથી દર્શન થઈ શકશે. જોકે, મહાશિવરાત્રીને લઈને કેટલાક ભક્તો શુક્રવારે રાતથી જ સોમનાથ દર્શન હેતું પહોંચી ગયા હતા. જેને લઈને હોટેલ કે ધર્મશાળાઓ હાઉસફૂલ જોવા મળી હતી.

Last Updated : Feb 18, 2023, 1:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.